બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવસારીમાં જૂથ અથડામણ: સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણીજનક સ્ટેટસે ધર્યું ઉગ્ર સ્વરૂપ, સામસામે બોટલો અને પથ્થરોથી કરાયો હુમલો
Last Updated: 10:21 AM, 25 May 2024
નવસારીનાં વિઠ્ઠલ મંદિર પાસે ગત રોજ મોડી રાત્રે જૂથ અથડામણ થવા પામી હતી. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક સ્ટેટસ મુકતા બોલાચાલી થઈ હતી. થોડાક જ સમયમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરો સાથે બોટલોનો પણ ઘા કરવામાં આવ્યો હતો. તેમજ એક વ્યક્તિને ચપ્પુથી ઘા મારતા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી હતી. પોલીસે દ્વારા ઘટનાં સ્થળે પહોંચી ત્યારે પોલીસની ગાડી પર પથ્થરમારો કરાયો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. સમગ્ર ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ ઘટનાની જાણ સમગ્ર વિસ્તારમાં થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.