બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / ઈમિગ્રેશન પરમિટમાં કાપ મૂકાતા કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, કર્યું વિરોધ પ્રદર્શન

NRI ન્યૂઝ / ઈમિગ્રેશન પરમિટમાં કાપ મૂકાતા કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, કર્યું વિરોધ પ્રદર્શન

Last Updated: 01:47 PM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News : કેનેડામાં પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ એટલે કે PEI એ કેનેડાનો સૌથી નાનો પ્રોવિન્સ છે અને તેમાં પરમિટની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો, ભારતીય વિદ્યાર્થીઓને સંભવિત રીતે ચિંતા છે કે તેમને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે

NRI News : કેનેડા એક એવો દેશ છે કે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ મોટા ભાગે અભ્યાસ માટે જતાં હોય છે. જોકે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે એક પછી એક સમસ્યાઓ સામે આવી રહી છે. વાત જાણે એમ છે કે, હવે પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ એટલે કે PEI એ કેનેડાનો સૌથી નાનો પ્રોવિન્સ છે અને તેમાં પરમિટની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે. જોકે આ નિર્ણયની અસર સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે. જેથી હવે વિદ્યાર્થીઓને સંભવિત રીતે ચિંતા છે કે તેમને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે.

જે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં સેટલ થવાના ઈરાદાથી કેનેડા જવા માંગે છે તેમની માટે એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, કેનેડામાં પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ એટલે કે PEI કે જે કેનેડાનો સૌથી નાનો પ્રોવિન્સ છે અને તેમાં પરમિટની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે. એટલે કે કેનેડાના પ્રોવિન્સ પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં હવે સ્ટુડન્ટ્સની જરૂર નથી. જોકે હવે આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સૌથી મોટો આંચકો લાગ્યો છે.

કેનેડામાં પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડે ઈમિગ્રેશન પરમિટમાં 25 ટકાનો ઘટાડો જાહેર કર્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓ એટલા નારાજ છે કે તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. આ તરફ હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, જો કેનેડાનો પ્રોવિન્સ પોતાના નિર્ણયની ફેરવિચારણા નહીં કરે તો મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને સંભવિત રીતે ડિપોર્ટેશન કરવામાં આવશે. પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ એટલે કે PEI એ કેનેડાનો સૌથી નાનો પ્રોવિન્સ છે. મહત્વનું છે કે, ભારતીય વિદ્યાર્થીઓ માટે જો ઈમિગ્રેશન પરમિટ બંધ કરી દેવામાં આવે તો હજારો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ જાય તેવી શક્યતા છે.

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સૌથી આગળ

કેનેડામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ એક મોટી સમસ્યા છે. ઈમિગ્રેશનનો આંકડો રેકોર્ડ લેવલ પર છે અને તેના કારણે કેટલીક સમસ્યાઓ પણ પેદા થઈ છે. કેનેડાના લેબર ફોર્સના ડેટા પ્રમાણે કેનેડામાં 2024ના પ્રથમ ચાર મહિનામાં વર્કિંગ એજ પોપ્યુલેશન એટલે કે કામ કરી શકે તેવી વયના લોકોની સંખ્યામાં 4 લાખ 11 હજારનો વધારો થયો હતો. કેનેડામાં હવે વર્કિંગ એજના લોકોની સંખ્યા આટલી બધી વધી તેનું એક મુખ્ય કારણ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ છે જેઓ કેનેડા આવી રહ્યા છે. તેમાં પણ ભારતીય સ્ટુડન્ટ સૌથી આગળ છે. એક ચર્ચા મુજબ નવેમ્બર 2023 સુધીમાં કેનેડામાં 5 લાખ 80 હજાર પરમિટ ઈશ્યૂ કરવામાં આવી હતી જેમાં ભારતીયોની સંખ્યા લગભગ 37 ટકા હતી. જોકે 2022માં જે પરમિટ અપાઈ તેમાં ભારતીયોની સંખ્યા 41 ટકા હતી. તેથી તેની સરખામણીમાં 2023માં ઘટાડો થયો હતો.

મહત્વનું છે કે, ભારતીય વિદ્યાર્થીઓ કેનેડિયન યુનિવર્સિટીઓમાં એડમિશન લઈ રહ્યા હોવાથી આ સંખ્યામાં વધારો થયો છે. કેનેડિયન યુનિવર્સિટીઓમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યા વર્ષ 2000માં 62,223 હતી જે 2021માં વધીને ચાર લાખનો આંકડો વટાવી ગઈ હતી. એટલે કે તેમાં 544 ટકાનો વધારો થયો હતો. કેનેડાની યુનિવર્સિટીઓ માટે ભારતીય વિદ્યાર્થીઓ અત્યંત મહત્ત્વ ધરાવે છે. વર્ષ 2000થી કેનેડિયન યુનિવર્સિટીઓમાં એનરોલમેન્ટમાં જે વધારો થયો તેમાંથી 45 ટકા વધારો માત્ર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસના કારણે છે.

પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં હેલ્થકેર અને હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે દબાણ

નોંધનિય છે કે, આ બધા પરિબળોના કારણે હવે પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં હેલ્થકેર અને હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે દબાણ આવી ગયું છે. તેથી પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડના પ્રિમિયરે પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ દ્વારા ઈન્ટરનેશનલ માઈગ્રન્ટને અપાતી પર્મેનન્ટ રેસિડન્સીની સંખ્યામાં કાપ મૂક્યો છે. નવી પોલિસીમાં હેલ્થકેર, ચાઈલ્ડકેર અને કન્સ્ટ્રક્શનને પ્રાયોરિટી આપવામાં આવશે. એટલે કે આ ત્રણ ફિલ્ડમાં કામ કરવાનો અનુભવ હોય તેમને ઈમિગ્રેશન પરમિટ આપવામાં આવશે જ્યારે સેલ્સ, સર્વિસ, ફૂડ, રિટેલમાં કામ કરતા હોય તેમને પ્રાથમિકતા આપવામાં નહીં આવે.

વધુ વાંચો : કિર્ગિસ્તાનમાં ગુજરાતના 500થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર સાથે આપી જરૂરી સલાહ

આ તરફ મોટા ભાગના ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ ફુડ, સેલ્સ કે રિટેલમાં કામ કરવાનો અનુભવ ધરાવતા હોય છે તેથી પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડને તેમની જરૂર નથી. ફેરફારના કારણે વાર્ષિક પરમિટની સંખ્યા પણ 2100થી ઘટીને 1600 થઈ જશે. એટલે કે લગભગ 25 ટકાનો ઘટાડો થયો છે. લો સ્કીલ સર્વિસ જોબ માટે આ બહુ મોટા સમાચાર છે. પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડે વર્ષ 2018માં 1070 PNP સ્લોટ ઓફર કર્યા હતા જેની સંખ્યા 2023માં ડબલ થઈને 2050 થઈ ગઈ હતી. હવે આ સંખ્યા 25 ટકા ઘટી જાય તો પણ 2018માં જે પરમિટ અપાતી હતી તેના કરતા તો વધુ જ છે. પરંતુ ભારતીય સ્ટુડન્ટ માટે આ ચિંતાનું કારણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Canada indian student Canada Visa Immigration Permit NRI News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ