બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / ...તો એટલે ગુજરાતમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાની ટિકિટ રદ ન કરાઇ! જાણો ઇનસાઇડ સ્ટોરી

વિશ્લેષણ / ...તો એટલે ગુજરાતમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાની ટિકિટ રદ ન કરાઇ! જાણો ઇનસાઇડ સ્ટોરી

Last Updated: 12:15 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024: લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું ગુજરાતની 25 સીટો પર તા. 7 મે નાં રોજ મતદાન થનાર છે. ત્યારે આ વખતે ચૂંટણીની શરૂઆતથી લઈ અંત સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી અને તેમનું આંદોલન હાલ ચર્ચામાં રહ્યું છે. ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજનાં વિરોધ બાદ પણ રૂપાલાની ટિકીટ બદલી ન હતી. અને ભાજપ અડગતાથી તેમની સાથે ઉભી રહી હતી.

ગુજરાતમાં 25 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. આ વખતે ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે આપેલું નિવેદન ચર્ચામાં રહ્યું હતું. આપણા દેશમાં રાજકારણ હંમેશા જ્ઞાતિ અને જાતિલક્ષી રહ્યું છે. વાત ટિકિટ આપવાની હોય કે પછી મંત્રી મંડળ બનાવવાની દરેક પક્ષ જ્ઞાતિ સમીકરણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે. એમાંય ઈતિહાસ સાક્ષી છે કે એકાદ સમાજ પ્રત્યે આપેલા નિવેદને મોટા નેતાઓને પણ ચૂંટણી હારવી છે. આ વખતની લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી ક્ષત્રિય સમાજ અને રૂપાલાનું નિવેદન સતત ચર્ચામાં રહ્યું છે. એક તરફ ભાજપ ડેમેજ કંટ્રોલ કરવ પ્રયત્નશીલ છે, કેટલાક રાજવી પરિવારો ભાજપને ટેકો પણ જાહેર કરી ચૂક્યા છે, બીજી તરફ ઘણા ઠેકાણે ક્ષત્રિય સમાજમાં હજી પણ રોષ જોવા મળી રહ્યો છે. રૂપાલાએ એક વખત નહીં પરંતુ ત્રણથી ચાર વખત માફી માગી હતી, પરંતુ વિરોધનો ક્યાંક ક્યાંક યથાવત્ છે.

parshotam rupala

રૂપાલાનો વિરોધ, મોદીને સમર્થન

ગુજરાતમાં 2014 અને 2019ની એકતરફી લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે ક્ષત્રિયો અને રાજપૂતો પર રૂપાલાની ટિપ્પણી બાદ મામલો થોડો રસપ્રદ બન્યો છે. ક્ષત્રિય સમાજની માગ હતી કે રૂપાલા ચૂંટણી ન લડે, પરંતુ પરષોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું અને ભાજપે પણ તેમની ટિકિટ પાછી ન ખેંચી. જો કે, ક્ષત્રિય સમાજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ રોષ ન હોવાનું કહ્યું છે. બીજી તરફ, રૂપાલાની માફી અને પક્ષ દ્વારા માફીની અપીલ છતાં પણ ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ પાછી ખેંચવાની માગ પર અડગ હતો. શરૂઆતમાં ચિંતિત, રૂપાલા નવી દિલ્હી ગયા અને પછી આશ્વાસન સાથે પાછા ફર્યા. આ પછી તેમણે પ્રચાર શરૂ કર્યો. જેમતેમ તેમણે ઉમેદવારી નોંધાવી હતી.

rupala

ભાજપનું અડગ વલણ

હવે પ્રશ્ન એ થાય છે કે ભાજપે એક સમાજને નારાજ કરવાની કિંમતે રૂપાલાને સમર્થન કેમ આપ્યું? આનો જવાબ રાજકોટમાં બિન ક્ષત્રિય મતોની સંખ્યા છે. તેમણે ભાજપને સંગઠિત કરીને પોતાના પક્ષમાં લીધો. ગુજરાતની કોઈપણ લોકસભા સીટ પર ક્ષત્રિય મત સંપૂર્ણ બહુમતીમાં નથી. તેઓ ફક્ત ભાજપનો વોટ શેર ઘટાડી શકે છે, ઉમેદવારની હાર જીત નક્કી કરી શકે તેટલા મતદારો કોઈ એક બેઠક પર નથી. જેને કારણે પણ ભાજપે રૂપાલાને બદલીને અન્ય ઉમેદવારને ઉભા રાખવાનું મન ન બનાવ્યું.

વધુ વાંચોઃ આવતીકાલ સાંજથી ગુજરાતમાં પ્રચાર પડઘમ થશે શાંત, જાણો કોણ ક્યાં સભાઓ ગજવશે?

ક્ષત્રિય સમાજ કેટલી અસર કરી શકે?

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન થયું. અને વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં તેની અસર પણ વર્તાઈ. જો કે હાલ ક્ષત્રિયોનો વિરોધ માત્ર પરષોત્તમ રૂપાલા પૂરતો છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે આ વિરોધની અસર અન્ય સીટો પર પણ પડી શકે છે. જો કે હાલ તો ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો જ ભાજપના સમર્થનમાં છે, એટલે ગુજરાતની 26 બેઠકો પર તેમના વિરોધની ખાસ અસર પડે તેવું નિષ્ણાતો માનતા નથી. આ પણ એક કારણ હોઈ શકે છે કે ભાજપે પરષોત્તમ રૂપાલાને કેમ ન બદલ્યા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ