બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / પેરિસ ઓલિમ્પિકના ખેલાડીઓ નહીં માણી શકે સેક્સ, રૂમમાં હશે ખાસ બેડ, કરાશે 3 લાખ કોન્ડોમનું વિતરણ
Last Updated: 12:11 PM, 10 July 2024
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે Paris Olympics માં ભાગ લેનારા ખેલાડીઓને 'એન્ટિ-સેક્સ બેડ' મળશે. અપડેટ એ છે કે હવે ખેલાડીઓને 'અલ્ટ્રા-લાઇટ કાર્ડબોર્ડ બેડ' આપવામાં આવશે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 2024 ઓલિમ્પિક ગેમ્સ પહેલા પેરિસમાં એન્ટિ-સેક્સ બેડ આવી ગયા છે, આ બેડની સામગ્રી અને કદ કથિત રીતે ઓલિમ્પિક દરમિયાન એથ્લેટ્સને જાતીય પ્રવૃત્તિથી રોકવા માટે છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ બેડ ટ્વીન સાઈઝમાં છે એટલે કે ખેલાડીઓ માટે એકસાથે બેસવાની જગ્યા નથી. પેરિસ ઓલિમ્પિક્સ 2024 નું આયોજન 26 જુલાઈથી 11 ઓગસ્ટ વચ્ચે કરવામાં આવશે. 19 દિવસ સુધી ચાલનારા આ ખેલ મહાકુંભમાં 32 રમતોની 329 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટ્સમાં વિશ્વભરમાંથી 10,500 એથ્લેટ ભાગ લેશે.
ADVERTISEMENT
ટોક્યો ઓલિમ્પિક 2020માં પણ કોરોના દરમિયાન ખેલાડીઓને જાતીય પ્રવૃત્તિથી દૂર રાખવા માટે આવા બેડ બનાવવામાં આવ્યા હતા. અલ્ટ્રા-લાઇટ કાર્ડબોર્ડ બેડ બનાવવા પાછળનો હેતુ ખેલાડીઓને ઓલિમ્પિક દરમિયાન માત્ર તેમની રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવાનો છે. ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ખેલાડીઓ વચ્ચે શારીરિક સંબંધ બાંધવો સામાન્ય બાબત છે. આ માટે દરેક ઓલિમ્પિક પહેલા લાખો કોન્ડોમનું વિતરણ પણ કરવામાં આવે છે. 2021માં કોરોનાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ મોડી પડી હતી. આ સમયગાળા દરમિયાન કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને આત્મીયતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : પ્રથમ વાર ગુજરાતના બે TT ખેલાડી હરમીત દેસાઇ અને માનવ ઠક્કર લેશે ઓલિમ્પિકમાં ભાગ
ઓલિમ્પિકમાં કોન્ડોમનું વિતરણ વર્ષ 1988માં શરૂ થયું હતું. ઓલિમ્પિક દરમિયાન છત પર વિશાળ માત્રામાં કોન્ડોમ મળી આવ્યા બાદ ઓલિમ્પિક એસોસિએશને આઉટડોર સેક્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી કોન્ડોમનું વિતરણ શરૂ થયું. આ પહેલ લોકોમાં HIV અને AIDS વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.