બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

VTV / ભારત / Politics / વિશ્વ / 'ભારતની લોકસભા ચૂંટણીમાં અમેરિકાની દખલગીરી', રશિયાના દાવાથી ખળભળાટ

હડકંપ / 'ભારતની લોકસભા ચૂંટણીમાં અમેરિકાની દખલગીરી', રશિયાના દાવાથી ખળભળાટ

Last Updated: 11:14 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : રશિયાનો મોટો દાવો, અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં કરી રહ્યું છે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ, અમેરિકાનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો

Lok Sabha Election 2024 : લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે જ પૂર્ણ થયું છે. આ તરફ હવે ભારતની લોકસભા ચૂંટણીને લઈ રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાનું કહેવું છે કે, અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો છે. રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી આરટી ન્યૂઝ અનુસાર રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, અમેરિકા વાસ્તવમાં ભારતના રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતની રાજકીય સમજ અને ઈતિહાસ સમજી શકતો નથી.

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, ઝખારોવાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકાના રિપોર્ટના સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. આનું કારણ ભારતના આંતરિક રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનું અને સામાન્ય ચૂંટણીઓમાં અવરોધ ઊભો કરવાનું છે. ઝખારોવાએ કહ્યું કે અમેરિકાની ગતિવિધિઓ સ્પષ્ટપણે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ દર્શાવે છે જે ભારત પ્રત્યે અપમાનજનક છે.

વધુ વાંચો : 'PoK ભારતનો હિસ્સો, પાકિસ્તાન પરત કરે..' રાજનાથસિંહ બાદ જયશંકરનો હુંકાર, પાક લાલચોળ

ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિશે રશિયાએ શું કહ્યું?

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના આરોપને લઈ કહ્યુ કે, અમેરિકાએ હજુ સુધી આ કેસમાં ભારતીય નાગરિકોની સંડોવણી અંગે કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી. પુરાવાના અભાવે આવી અટકળો સ્વીકાર્ય નથી. ઝખારોવે કહ્યું કે, અમેરિકા ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે. તેને ભારતનો ઈતિહાસ સમજાતો નથી. આ કારણે તે ધાર્મિક સ્વતંત્રતા અંગે ભારત પર સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ