બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / RTE Gujarat Admission: હવે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને અપાશે તક, હાલ કેટલી બેઠકો ખાલી?

શિક્ષણ / RTE Gujarat Admission: હવે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને અપાશે તક, હાલ કેટલી બેઠકો ખાલી?

Last Updated: 03:33 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરટીઈ હેઠળ ખાલી રહેલી સીટો પર પ્રવેશ ફાળવવા માટે પ્રવેશનો બીજો રાઉન્ડ યોજાશે જેમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને શાળાઓની ફરીથી પસંદગી કરવાની તક આપવામાં આવશે.

ગાંધીનગર: રાજ્યની ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ ખાલી રહેલી બેઠકો પર પ્રવેશનો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે. ખાનગી શાળાઓની આરટીઈ હેઠળની 45 હજાર બેઠકોમાંથી પ્રથમ રાઉન્ડમાં 36,607 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે પ્રથમ રાઉન્ડ બાદ 8393 સીટો ખાલી રહી છે. ખાલી સીટો પર પ્રવેશ ફાળવવા માટે પ્રવેશનો બીજો રાઉન્ડ યોજાશે જેમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને શાળાઓની ફરીથી પસંદગી કરવાની તક આપવામાં આવશે.

પ્રવેશ માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને અભ્યાસ માટે ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર દર વર્ષે ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે રાજ્યની ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ 45 હજાર બેઠકો આવે છે, જેના પર પ્રવેશના પહેલા રાઉન્ડની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. પ્રથમ રાઉન્ડમાં 36,607 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે. પહેલા રાઉન્ડ બાદ બાકી રહેલી 8 હજાર જેટલી ખાલી સીટો પર પર પ્રવેશ માટે બીજા રાઉન્ડની જાહરાત કરવામાં આવી છે. આ માટે વાલીઓ સ્કુલની પસંદગી ઓનલાઈન કરી શકશે. બીજા રાઉન્ડમાં પ્રવેશની પ્રક્રિયા 8 મે સુધી ચાલશે, વાલીઓએ એ પહેલા સ્કુલની પસંદગી કરવાની રહેશે. જે બાળકોને પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું, તેઓ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકશે. આ સિવાય જો સ્કુલ બદલવી હોય તો પણ વાલીઓ ફરીથી સ્કુલની પસંદગી કરી શકશે.

વધુ વાંચો: દિલ્હી બાદ હવે અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ચિમકી, ધમકીભર્યા મેઇલ મળતા દોડધામ

મહત્ત્વનું છે કે આ વર્ષે આરટીઈ હેઠળ પ્રવેશ માટે રાજ્યમાં 235300થી વધુ ફોર્મ ભરાયા હતા, જેમાંથી 15319 ફોર્મ ચકાસણી દરમિયાન રિજેક્ટ થયા હતા. આરટીઈ હેઠળ રાજ્યની 9800થી વધુ ખાનગી શાળાની 25 ટકા બેઠકો એટલે કે 45170 બેઠકો ઉપલબ્ધ હતી. RTE હેઠળ પ્રવેશ માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઈઝનો ફોટો, જાતિ અને આવકનો દાખલો, તથા વાલીના આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો જરૂરી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ