બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વાસ્તુ અનુસાર ધ્યાન રાખશો આ વાતોનું, તો તમારે નહી કરવો પડે ગરીબીનો સામનો

તમારા કામનું / વાસ્તુ અનુસાર ધ્યાન રાખશો આ વાતોનું, તો તમારે નહી કરવો પડે ગરીબીનો સામનો

Last Updated: 09:35 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પ્લાસ્ટિકના ફૂલ અને છોડ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ

વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે વ્યક્તિનું જીવન સરળ બનાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ નિયમોનું ધ્યાન રાખવાથી વ્યક્તિ જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓથી બચી શકે છે. આ નિયમોને અવગણવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે જો પરિવારમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં સારા બદલાવ જોવા મળી શકે છે. તેવી જ રીતે આજે અમે તમને કેટલાક એવા વાસ્તુ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જીવનમાં અપનાવવામાં આવે તો વ્યક્તિ સકારાત્મક પરિણામ મેળવી શકે છે.

home-vastu-1

સમસ્યાઓ ઊભી થઈ શકે છે

લોકો ઘરની સજાવટ માટે અલગ-અલગ પ્રકારના આર્ટિફિશિયલ ફૂલો અને છોડ રાખવાનું પસંદ કરે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પ્લાસ્ટિકના ફૂલ અને છોડ વગેરે ક્યારેય પણ ઘરમાં ન રાખવા જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે, જે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

home-3

આવા છોડ ન રાખો

લોકો પોતાના ઘરમાં વિવિધ પ્રકારના છોડ રાખવાનું પણ પસંદ કરે છે. આજકાલ ઘરમાં કાંટાવાળા છોડ રાખવાનું ચલણ વધી ગયું છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું બિલકુલ યોગ્ય નથી. આમ કરવાથી વ્યક્તિ જીવનમાં વિપરીત પરિણામો આવી શકે છે.

તિજોરીને કયા રાખવી

ધનને સુરક્ષિત રાખવા માટે કેટલાક વાસ્તુ નિયમો સૂચવવામાં આવ્યા છે, જે હંમેશા દક્ષિણની દિવાલની નજીક રાખવા જોઈએ. આમ કરવાથી તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ રહેશે, જેનાથી આર્થિક લાભ થવાની સંભાવનાઓ બને છે.

વધુ વાંચોઃ જૂન મહિનાના અંતમાં શનિ ચાલશે ઉલટી ચાલ, ચમકી જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત

આ વાતોનું પણ ધ્યાન રાખો

ઘરનું મુખ્ય દ્વાર હંમેશા સાફ રાખવું જોઈએ. મુખ્ય દરવાજા પર ગંદકી ન જામે તેનું ધ્યાન રાખો. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વારને સકારાત્મક ઉર્જાના આગમનનું માધ્યમ માનવામાં આવે છે. આ સાથે ઘરમાં ક્યારેય કરોળિયાનું જાળું ન હોવું જોઈએ અને ન તો દિવાલો પર ભીનાશ હોવી જોઈએ.

(નોધઃઆ લેખમાં સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય માહિતી માટે છે.અમે તે સત્ય હોવાનો દાવો કરતા નથી. તમે અજમાવતા પહેલા આ ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો. )

સંકળાયેલા મુદ્દાઓ

ધર્મ આસ્થા વાસ્તુ ટિપ્સ vastu shastra for home
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ