બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:57 PM, 30 May 2024
દક્ષિણ પશ્ચિમ મોનસૂને કેરળમાં દસ્તક આપી દીધી છે. IMD અનુસાર પોતાના સામાન્ય સમય પહેલા જ કેરળમાં મોનસૂનની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે પોતાના પૂર્વાનુમાનમાં 30 મેએ મોનસૂનના કેરળ તટ પર પહોંચવાની વાત કહી હતી.
ADVERTISEMENT
#WATCH | Kerala: Rain lashes several parts of Kottayam district
— ANI (@ANI) May 30, 2024
As per IMD, Southwest Monsoon has set in over Kerala and advanced into most parts of Northeast India today, 30th May. pic.twitter.com/0ersoKXonI
કેરળના ઘણા વિસ્તારોમાં મોનસૂનની શરૂઆત
ADVERTISEMENT
IMDએ જાણકારી આપી હતી કે આવનાર 24 કલાકમાં કેરળમાં મોનસૂનના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. કેરળમાં આ વર્ષે પોતાના નિર્ધારિત સમયથી બે દિવસ પહેલા જ ચોમાસાએ દસ્તક આપી દીધી છે. જણાવી દઈએ કે કેરળમાં સામાન્ય રીતે 1 જૂનથી ચોમાસુ બેસે છે. જોકે તેમાં 3-4 દિવસ આગળ કે પાછળ થવું સામાન્ય માનવામાં આવે છે.
Southwest Monsoon has set in over Kerala and advanced into most parts of Northeast India today, the 30th May, 2024.@moesgoi @KirenRijiju @Ravi_MoES @ndmaindia @WMO @DDNational @airnewsalerts @PMOIndia
— India Meteorological Department (@Indiametdept) May 30, 2024
હવામાન વિભાગે જાણકારી આપી દીધી છે કે આજે 30મે 2024એ કેરળમાં મોનસૂનની એન્ટ્રી થઈ છે. તેની સાથે જ રાજ્યમાં વરસાદ જોવા મળી રહી રહ્યો છે. જોકે કેરળમાં પહેલાથી જ વરસાદન ચાલું છે.
વધુ વાંચો: ફરીવાર પડદા પર અજય-માધવનની થશે આમનસામને ટક્કર, બેક ટુ બેક મોટી ફિલ્મો હાથ લાગી
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કેરળમાં પ્રવેશ કર્યા બાદ વરસાદ હવે પૂર્વોત્તરના અમુક ભાગમાં વધી રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશથી પસાર થયેલા વાવાઝોડા રેમલે મોનસૂનની આગમી પરિસ્થિતિ અનુકૂળ બનાવી દીધી છે. જણાવી દઈએ કે કેરળમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.