બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:09 PM, 18 May 2024
ગુજરાતમાં પ્રિપેઈડ સ્માર્ટ મીટરને લઈ લોકોમાં ચર્ચા ઉઠી છે. ત્યારે રાજકોટમાં PGVCLના ચીફ એન્જિનિયર આર.જે. વાળાએ પત્રકાર પરિષદ કરી સ્માર્ટ મીટર અંગે લોકોમાં ઉઠી રહેલા સવાલો અંગે સ્પષ્ટતા કરી હતી.
ADVERTISEMENT
PGVCLએ સ્માર્ટ મીટર અંગે કરી સ્પષ્ટતા
ADVERTISEMENT
આર.જે. વાળાએ કહ્યું કે, PGVCLમાં રૂપિયા 2 હજાર કરોડના ખર્ચે 23.66 લાખ સ્માર્ટ મીટર લગાવવાની યોજના છે. તેના ભાગરૂપે અત્યાર સુધી 10 હજાર સ્માર્ટ મીટર લગાવ્યા છે. જેમાંથી 7 હજાર સ્માર્ટ મીટર કાર્યરત થઈ ગયા છે અને 3 હજાર સ્માર્ટ મીટર ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. જ્યારે 25 સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવાયા છે.
"સિક્યોરિટી ડિપોઝિટ પેટે 60 લાખ પરત કર્યા"
તેમણે ઉમેર્યુ કે મોબાઈલ એપના માધ્યમથી બીલને ગ્રાહક ઓનલાઇન જોઈ શકશે. દૈનિક યુનિટનો વપરાશ અને એમાઉન્ટની ગ્રાહકને જાણ થશે. વીજ મીટર પોસ્ટ પેઈડથી પ્રિપેઈડમાં કન્વર્ટ કરતાં સિક્યોરિટી ડિપોઝિટ પરત અપાશે. PGVCLએ અત્યાર સુધી સિક્યોરિટી ડિપોઝિટ પેટે 60 લાખ પરત કર્યા છે. આ ઉપરાંત એનર્જી ચાર્જીસ પર 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પ્રપોઝલ મૂકવામાં આવી છે. લોકોમાં સ્માર્ટ મીટર અંગે ઉભી થયેલી દ્વિધા અંગે કહ્યું કે 40 દિવસ પહેલાનું બીલ એડ થવાથી ગ્રાહકને ચાર્જ વધુ લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સત્ય બહાર આવશે ? / અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર, સમગ્ર કેસમાં આવી શકે છે નવો વળાંક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.