બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / NRI News / More Than 700000 Vacancies in Germany, Golden Chance for Indians

NRI ન્યૂઝ / વાહ! ભારતીયો માટે આવી છે સોનેરી તક, આ દેશમાં ખાલી પડી છે 70 હજાર વેકેન્સી, જાણો વિગત

Vidhata

Last Updated: 10:44 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અંદાજ અનુસાર, જર્મનીમાં હાલ 700,000 જગ્યાઓ ખાલી છે અને 2035 સુધીમાં 70 લાખ કુશળ કામદારોની અછત સર્જાશે. આવી સ્થિતિમાં ભારતીયો પાસે આ તકનો લાભ ઉઠાવવાની મોટી તક છે.

વિશ્વની ત્રીજી અને યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે જર્મની. પરંતુ હાલ આ દેશ લેબર શોર્ટેજ અને વૃદ્ધાવસ્થાની બેવડી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. એક અંદાજ અનુસાર, જર્મનીમાં હાલ 700,000 જગ્યાઓ ખાલી છે અને 2035 સુધીમાં 70 લાખ કુશળ કામદારોની અછત સર્જાશે. ત્યારે હવે આ અછતને દૂર કરવા માટે દેશની નજર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર છે. લગભગ 43,000 ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે, જે કુલ વિદ્યાર્થીઓની વસ્તીના લગભગ 14 ટકા છે. આવી સ્થિતિમાં ભારતીયો પાસે આ તકનો લાભ ઉઠાવવાની મોટી તક છે. 

દેશમાં લેબર શોર્ટેજની સમસ્યા દૂર થઈ શકે એ માટે જર્મની હવે આ વિદ્યાર્થીઓને પોતાની સાથે જોડવા માટે નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. જર્મની અત્યારે અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ડોઇશ વેલેના અહેવાલ મુજબ, દેશમાં હાલમાં લગભગ 700,000 જગ્યાઓ ખાલી છે, જેના કારણે દેશના આર્થિક વિકાસને અસર થઈ રહી છે. 

જર્મનીના અર્થતંત્ર મંત્રી રોબર્ટ હેબેકનું કહેવું છે કે દેશમાં લેબર શોર્ટેજને પહોંચી વળવામાં વિદેશી કામદારો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જર્મનીમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં જ તક આપીને લેબર શોર્ટેજ દૂર કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આદર્શ પ્રવાસીઓ ગણવામાં આવે છે કારણ કે તેઓ દેશ અને તેની ભાષા સારી રીતે જાણે છે. જો કે, તેના બીજા કેટલાક પડકારો પણ છે.

નીતિઓમાં બદલાવની જરૂર

આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ફાયદો ઉઠાવવા માટે, જર્મનીએ સ્કીલ્ડ ઈમિગ્રેશન એક્ટ બનાવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરવાની મંજૂરી આપે છે. તેનો ઉદ્દેશ્ય માત્ર કુશળ લોકોને આકર્ષવાનો જ નથી પરંતુ પ્રતિભાથી ભરપૂર વર્કફોર્સ તૈયાર કરવાનો પણ છે. જર્મનીની ખાસ કરીને એવા લોકો પર નજર છે જેઓ આઈટી અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા છે. દેશમાં ખાસ કરીને આ ક્ષેત્રોમાં લેબરની ભારે અછત છે. સ્કીલ્ડ ઈમિગ્રેશન એક્ટની જોગવાઈઓ હોવા છતાં, જર્મન શિક્ષણ પ્રણાલીમાં ઘણી જટિલતાઓ છે. ઉપરાંત, તે સ્પષ્ટ નથી કે ગ્રેજ્યુએશન પછી કાનૂની પ્રક્રિયા શું હશે.

વધુ વાંચો: UK માં સ્ટુડન્ટ કે વર્ક વિઝા પર જવું છે? જાણો જવા માટે કેટલો ખર્ચ થશે

યુનિવર્સિટી ઓફ રેજેન્સબર્ગના રોજગાર સંશોધન નિષ્ણાત પ્રોફેસર એન્ઝો વેબરે જણાવ્યું કે આ કાયદો અસરકારક રહેશે કે નહીં તે ડિજીટાઇઝેશન અને પ્રેક્ટિકલ ઇન્ટીગ્રેશન જેવા ફેકટર્સ પર આધાર રાખે છે. વળી, જર્મનીની વસ્તીમાં ઘટાડો થવાને કારણે મામલો વધુ ગંભીર બની રહ્યો છે. દેશમાં જન્મ દર માત્ર 1.4 છે. આવી સ્થિતિમાં દેશ માટે આંતરરાષ્ટ્રીય પ્રતિભાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. પ્રોફેસર વેબર કહે છે કે જર્મનીએ આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ માટે રસ્તો સાફ કરવા માટે દેશની નીતિઓ બનાવવી જોઈએ. જર્મનીએ કેનેડા જેવા દેશો પાસેથી શીખવાની જરૂર છે જેણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમની વર્કફોર્સમાં સામેલ કરવા માટે નીતિઓ બનાવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ