બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / Cricket / 6,6,6,4,4..IPLમાં સુનિલ નરીનનું ફરી તોફાન, 14 વર્ષમાં પહેલી વખત કર્યું આવું, રનનો કર્યો ખડકલો

LSGvsKKR / 6,6,6,4,4..IPLમાં સુનિલ નરીનનું ફરી તોફાન, 14 વર્ષમાં પહેલી વખત કર્યું આવું, રનનો કર્યો ખડકલો

Last Updated: 11:10 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર સુનીલ નારાયણનું બેટ ગર્જના કરી રહ્યું છે. સુનીલ ભલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સદી ફટકારવાનું ચૂકી ગયો, પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા.

આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર સુનીલ નારાયણનો હિટ શો ચાલુ છે. લખનૌ સામે રમાઈ રહેલી મેચમાં સુનીલ નારાયણે ફરી એકવાર KKRને ઝડપી શરૂઆત અપાવી હતી 27 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. વર્તમાન સિઝનની આ તેની ત્રીજી અડધી સદી અને આઈપીએલ કારકિર્દીની 7મી અડધી સદી હતી. નારાયણ એકાના સ્ટેડિયમમાં લખનૌના બોલરોની ધોલાઈ કરી હતી અને આ દરમિયાન તેણે ઓરેન્જ કેપની રેસમાં ટોપ-5માં પોતાનું સ્થાન બનાવ્યું. અડધી સદીની ઇનિંગ રમવાની સાથે સુનીલ એક ખાસ ક્લબમાં પણ પ્રવેશી ગયો હતો.

સુનીલ નારાયણે IPL 2024માં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી

સુનીલ નારાયણે શાનદાર બેટિંગ કરી અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 81 રનની શાનદાર ઇનિંગ રમી. KKRના મેન્ટરે IPL 2024માં સુનીલ નારાયણને ઓપન કરવાનો નિર્ણય કર્યો, જે અત્યાર સુધી ટીમ માટે ખૂબ ફાયદાકારક રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સદી ફટકાર્યા બાદ નારાયણે લખનૌ સામે પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સુનીલ નારાયણે લખનૌ સામે 81 રનની ઇનિંગ રમી હતી અને વર્તમાન સિઝનમાં તેના 400 રન પણ પૂરા કર્યા હતા. સુનીલ 452 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને છે. આ સાથે નરેને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. IPLની એક જ સિઝનમાં 400 રન બનાવનાર અને 10 વિકેટ લેનાર નરિન 7મો ખેલાડી બન્યો. આ સાથે જ સુનીલ IPLની એક જ સિઝનમાં 450 બેટ્સમેન રન અને 10 વિકેટ લેનારો ચોથો ખેલાડી બન્યો છે. સુનીલ નારાયણે વર્ષ 2012માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધી સુનીલ નારાયણ આઈપીએલની કોઈપણ એક સિઝનમાં બેટિંગ કરતા 450 રન બનાવી શક્યા નથી, પરંતુ આઈપીએલની કારકિર્દીમાં 14 વર્ષ બાદ તેણે આ સિદ્ધિ મેળવી છે.

વધુ વાંચો : ગુજરાત સામેની મેચમાં વિરાટ કોહલીની શાનદાર ઈનિંગથી બન્યો રેકોર્ડ, IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી

IPLની કોઈપણ એક સિઝનમાં 450 રન અને 10 વિકેટ ઝડપનારા ખેલાડીઓ

  • જેક કાલિસ - 16 મેચમાં 572 રન અને 13 વિકેટ (RCB) (2010, 2012)
  • આન્દ્રે રસેલ – 510 રન અને 11 વિકેટ – 14 મેચમાં (KKR) (2019)
  • શેન વોટસન- 15 મેચમાં 472 રન અને 17 વિકેટ (રાજસ્થાન રોયલ્સ)(2008)
  • સુનીલ નારાયણ- 461 રન અને 13 વિકેટ- 11 મેચ (KKR) (2024)

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ