બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / '...તો 6 મહિનામાં PoK ભારતનો ભાગ હશે' યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રમાં કર્યો મોટો દાવો
Last Updated: 08:20 PM, 18 May 2024
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે કોંગ્રેસ અને ઈંડિયા ગઠબંધનનાં સહયોગીઓ જેવા નથી. એ લોકો રહે છે કે આતંકવાદ પાકિસ્તાનથી થઈ રહ્યો છે તો અમે શું કરી શકીએ છીએ.
ADVERTISEMENT
मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनने दीजिए, 6 महीने के अंदर POK भी भारत का हिस्सा होगा... pic.twitter.com/c88jZahKVy
— Yogi Adityanath Office (@myogioffice) May 18, 2024
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા.જે દરમ્યાન તેમણે પાલઘરમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે પીઓકેને લઈને મોટો દાવો કર્યો હતો. સીએમ યોગીએ કહ્યું કે, જો અમે લોકોને મારશું તો લોકો અમારી પૂજા થોડી કરશે. જો કોઈ આપણા લોકોને મારે તો આપણે પણ તે કરવા માટે હક્કદાર છીએ. આ થઈ પણ રહ્યું છે. તેમણે કહ્યું કે હવે પાકિસ્તાન માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને બચાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. તમે લોકો ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવી દો. ચૂંટણી પછીનાં છ મહિનામાં બાદ દેખજો કે પીઓકે ભારતનો ભાગ હશે. આ માટે હિમ્મતની જરૂર પડે છે.
ADVERTISEMENT
'फिर एक बार मोदी सरकार' के स्वर से पूरा महाराष्ट्र गूंज रहा है।
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) May 18, 2024
मुंबई उत्तर मध्य लोक सभा क्षेत्र में आयोजित विशाल जनसभा को संबोधित कर रहा हूं... https://t.co/k8xPAt7nVG
યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનાં સહયોગીઓની જેમ નથી. એ લોકો કહે છે કે આતંકવાદ પાકિસ્તાનથી થઈ રહ્યો છે તો અમે શું કરી શકીએ. આજે પાકિસ્તાન જો આડી નજરથી જોવે છે તો તેની નજરોને બહાર કાઢી દેવામાં આવશે. અમે કહીએ છીએ કે ચૂપ રહો અને આ નહી ચાલે. જે બાદ તેમણે કહ્યું કે આ એક નવું ભારત છે જો ડર્યા વગર, રોકાયા વગર અને થાક્યા વગર તેની વિકાસ યાત્રાને આગળ વધારી રહ્યો છે. જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરી રહ્યા છે. આ રીતનું નવું ભારત તમારા લોકો સામે છે.
મુખ્યમંત્રી યોગીએ વારસા ટેક્સ લાગુ કરવાનાં કોંગ્રેસના પ્રસ્તાવની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મુગલબાદશાહ ઔરંગઝેબની આત્માએ વિરોધ પક્ષમાં પ્રવેશ કર્યો છે. આદિત્યનાથે એમ પણ કહ્યું કે વારસાગત કર ઔરંગઝેબ દ્વારા લાદવામાં આવેલા જિઝિયા ટેક્સ જેવો છે. નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં એક રેલીને સંબોધતા આદિત્યનાથે કહ્યું કે ભાજપ માત્ર સત્તા માટે નહીં પરંતુ વિકસિત ભારતના નિર્માણ માટે ચૂંટણી લડી રહી છે. આદિત્યનાથે કહ્યું કે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.