બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / દમણના દિપાલી બારમાં પાર્ટી કરવા ગયેલા યુવકો વચ્ચે બબાલ, તીક્ષ્ણ હથિયારથી કરેલા હુમલામાં એકનું મોત
Last Updated: 07:54 PM, 18 May 2024
સંઘ પ્રદેશ દમણના કચીગામના દિપાલી બારમાં પાર્ટી કરવા આવેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે બબાલ થતાં હત્યાનો બનાવ બન્યો છે. બારમાં પાર્ટી કરવા માટે યુવકો આવ્યા હતા. જ્યાં બે ગ્રૂપ વચ્ચે કોઈ બાબતને લઈ બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો.
ADVERTISEMENT
દિપાલી બારમાં યુવકની હત્યા
ADVERTISEMENT
સામાન્ય બોલાચાલીમાં જોતજોતમાં મામલો એટલો ગંભીર બની ગયો હતો કે, એક યુવકની હત્યા થઈ ગઈ. એક યુવકે બાજુના ટેબલ પર બેઠેલા ત્રણ યુવકો પર ધારદાર તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં ઋતુલ પટેલ નામના એક યુવકનું કરુણ મોત થયુ છે. જ્યારે મૃતકની સાથે બેસેલા અન્ય યુવક આકાશ તેમજ નેહ પટેલ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.
વાંચવા જેવું: ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
પોલીસે 4ની ધરપકડ કરી
જો કે, આ સમગ્ર મામલાને લઈ દમણ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. તમામ આરોપી વાપીના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. નજીવી બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલાં યુવાનોએ હત્યા કરી હોવાનું ખુલ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.