બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આવતીકાલે મોહિની એકાદશી: જો-જો ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીંતર નારાજ થઇ જશે માતા લક્ષ્મી
Last Updated: 02:50 PM, 18 May 2024
મોહિની એકાદશી વૈશાખના શુક્લ પક્ષના એકાદશીના રોજ આવે છે. આ તિથિની શરૂઆત 18મેના રોજ સવારે 11:23 વાગે થશે અને તેનું સમાપન 19 મેના રોજ બપોરે 1:50 વાગે થશે. આ દિવસે વ્રત રાખવાથી લોકોને સફળતા, સુખ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કેટલાક કામો કરવાની મનાઈ કરવામાં આવી છે. જો નીચે જણાવેલ પ્રતિબંધિત કામ કરવામાં આવે તો તમે પાપના ભાગીદાર બની શકો છો અને માતા લક્ષ્મી તમારાથી રુઠે છે.
ADVERTISEMENT
મોહિની એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાનો પણ મહિમા છે. જો તમે આ દિવસે વ્રત રાખ્યું છે તો ભૂલથી પણ તમારે બહારનું વસ્તુ ન ખાવું જોઈએ. તમારે ઉપવાસના નિયમોનું પાલન કરવું જોઈએ.
આ દિવસે ભૂલથી પણ તામસિક આહાર ન લેવો જોઈએ સાથે નશીલી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ. જેમાં માંસ, લસણ, દારૂ, લસણ જેવી વસ્તુ સામેલ છે. આ દિવસે તામસિક વસ્તુનું સેવન કરવાથી પાપ લાગે છે અને માતા લક્ષ્મી રુઠે છે. શાસ્ત્ર મુજબ,મોહિની એકાદશીએ સાબુનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસે તમારે સાબુ વગર ન્હાવું જોઈએ.
ADVERTISEMENT
મોહિની એકાદશીના રોજ ચોખાથી બનેલી કોઈ વસ્તુ ન ખાવી જોઈએ. આ દિવસે ચોખાથી બનેલી વાનગી ખાવાથી તમે પાપના ભાગીદાર બનો છો અને આગલા જન્મમાં કીડા મકોડાનો અવતાર આવે છે. આ દિવસે કોઈની સાથે ઝઘડો કે વિવાદ ન કરો અને તમારાથી કોઈ વડીલનું અપમાન ન થાય તે વાતનું પણ ધ્યાન રાખો.
વધુ વાંચો : જૂન મહિનાના અંતમાં શનિ ચાલશે ઉલટી ચાલ, ચમકી જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત
Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.