બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / CSK vs RCB મેચમાં જો વરસાદ વિલન બનશે તો કોને મળશે પ્લેઓફમાં સ્થાન? સમજો સમીકરણ
Last Updated: 01:13 PM, 18 May 2024
આજે IPL ની 68મી મેચ બેંગ્લોર અને ચેન્નઇ વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. IPL લીગ છેલ્લા સ્ટેજમાં પહોંચી ગઈ છે છતાં હજુ ચોથી ટીમ ક્વોલિફાઈડ નથી થઈ. KKRની ટીમ પહેલા ક્વોલિફાઈ થઈ હતી. ત્યાર બાદ રાજસ્થાન અને SRHની ટીમ પ્લેઓફમાં સામેલ થઇ હતી.
ADVERTISEMENT
Team spirit on 🔝! 💯
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 18, 2024
Virat and Maxi keeping the mood light before the action heats up 🤩#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/x6bEZmB6Fp
ADVERTISEMENT
પોઇન્ટ ટેબલનો સીનારીઓ એવો છે કે, આજની મેચ જે ટીમ જીતશે તે ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઈ થશે. પરંતુ RCBની ટીમે આ મેચમાં નેટ રન રેટ પર પણ ધ્યાન આપવું પડશે. આજેની RCB vs CSK ની મેચમાં પણ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. જેથી મેચ ઓછા ઓવરની રમાઈ શકે છે. જો મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે તો CSK પ્લે ઓફમાં સ્થાન બનાવી લેશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે જો પ્લેઓફમાં સ્થાન મેળવવું હોય તો તેને નેટ રન રેટથી મેચ જીતવી જીતવી પડશે. જો RCB ટીમની બેટિંગ પહેલા આવે છે તો તેને મિનીમમ 18 રનથી મેચ જીતવી પડશે અને જો બીજી ઇનિંગમાં બેટિંગ આવે છે તો મીનિમમ 11 બોલ બાકી હોય ત્યારે મેચ જીતી લેવી પડશે, તો જ RCB પ્લેઓફમાં સ્થાન મેળવી શકશે.
Players Ready: Game Starts 🔜🎮
— Chennai Super Kings (@ChennaiIPL) May 18, 2024
Let the whistles begin, Superfans! 🥳#RCBvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/cGZeJJOJbr
જો મેચમાં વરસાદ પડે છે અને ઓછા ઓવરની મેચ રમાય છે તો પર તેને 18 રનથી કે 11 બોલ બાકી હોય ત્યારે જ મેચ જીતી લેવી પડશે. સામે ચેન્નઇની ટીમ મેચ જીતશે તો તે પ્લેઓફમાં સ્થાન મેળવી લેશે. વેધર રિપોર્ટ આધારે, બેંગ્લોરમાં આજે 73 ટકા વરસાદ પડવાની સંભાવના છે. ઝડપી પવનો પણ ફૂંકાશે. રાત્રે પણ 62 ટકા વરસાદ પડવાની સંભાવના છે. જો મેચ રદ થશે તો તેનો ફાયદો CSKને થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, CSKની છેલ્લી પાંચ મેચમાં બે મેચ હર્યું છે તો ત્રણ મેચ જીત્યું છે. RCBની ટીમ છેલ્લી પાંચમાંથી પાંચ મેચ જીત્યું છે. CSKના 13 મેચમાં પોઇન્ટ 14 છે અને નેટ રનરેટ +0.528 તથા RCBના 13 મેચમાં પોઇન્ટ 12 છે અને નેટ રનરેટ + 0.387 છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.