બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોહલી છે કરોડોનો માલિક, છતાંય હજુ સુધી આ સપનું નથી પૂર્ણ કરી શક્યો, છે અફસોસ
Last Updated: 04:18 PM, 18 May 2024
વિરાટ કોહલીની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. તેની પાસે કરોડો રૂપિયા છે. શાનદાર કાર્સ છે. કોહલી જે ઈચ્છે તે ખરીદી શકે છે. જે ઈચ્છે તે કરી શકે છે. પરંતુ આ સ્ટાર બેટ્સમેન પોતાની એક ઈચ્છા પુરી નથી કરી શકતો. કોહલી એક વસ્તુને ખૂબ જ મીસ કરી રહ્યો છે અને ખૂબ જ ઈચ્છા હોવા છતાં તેને પુરી નથી કરી શકતો. કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
ADVERTISEMENT
"I don't even remember the last time I walked on a road" - Virat@ImvKohli looks back on his early days, remembering how he used to roam freely and without worry, admitting that it's what he misses most! 🤌🏻
— Star Sports (@StarSportsIndia) May 17, 2024
With Playoffs qualification up for grabs, will KING KOHLI rise big in… pic.twitter.com/j119qa3YLt
વિરાટ કોહલી હાલ IPL 2024માં રમી રહ્યા છે અને શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. એવામાં ફેંસ આશા રાખીને બેઠા છે કે વિરાટ કોહલી જૂનમાં રમાવવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં પણ સારા ફોર્મમાં ચાલે.
ADVERTISEMENT
આ કામ નથી કરી શક્યા કોહલી
વિરાટ કોહલીએ જણાવ્યું કે તેમને ભારતના રસ્તાઓ પર ફરવાનું પસંદ છે પરંતુ તે ઈચ્છા હોવા છતાં આ કામ નથી કરી શકતા. કોહલી ઈચ્છે છે કે તે રસ્તાઓ પર નિકળે અને ફરે પરંતુ તે જાણે છે કે જો તેઓ આમ કરશે તો લોકો તેમને ઘેરી લેશે અને તેમનું ચાલવાનું પણ મુશ્કેલ કરી દેશે.
કોહલીએ કહ્યું, "જો એક કામ હું કરી શકું તો હું કાર કે સ્કૂટી નહીં લઉ, હું ચાલીશ. હું અત્યારના સમયમાં ભારતના રસ્તા પર ચાલી નથી શકતો. તે વાત હું મિસ કરૂ છું."
તેમણે કહ્યું, "વેસ્ટ દિલ્હીમાં અમે જ્વાળા હેરી માર્કેટમાં ખૂબ જ જતા હતા. હું ત્યાં દરરોજ જવા માંગું છું. જો મને મોકો મળે તો હું ત્યાં જવા માંગું છું. કંઈક ખાઈશ, કંઈક ખરીદી કરીશ. મને તો યાદ પણ નથી કે હું છેલ્લે ભારતના રસ્તાઓ પર ક્યારે ચાલ્યો "
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.