બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / બિઝનેસ / શોપિંગ / અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં કડાકો! 3 હજાર રૂપિયા સસ્તું થયું ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ

બિઝનેસ / અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં કડાકો! 3 હજાર રૂપિયા સસ્તું થયું ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 05:52 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયા બાદ સોનાની કિંમત અચાનક આસમાનને આંબી ગઈ હતી

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું એક અલગ જ મહત્વ છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે આસમાને પહોંચી ગયેલા સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે સોનાના ખરીદદારો માટે રાહત સમાન છે.

સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. સોનાની કિંમતો સતત ઘટી રહી છે અને તે તેના ઉચ્ચ સ્તરેથી 3,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ સસ્તી થઈ ગઈ છે. અખાત્રીજના તહેવાર પહેલા સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયા બાદ સોનાની કિંમત અચાનક આસમાનને આંબી ગઈ હતી, પરંતુ યુદ્ધ લંબાય નહીં તેવા સંકેતો વચ્ચે તેની કિંમતમાં ઘટાડો શરૂ થયો હતો અને તે ચાલુ જ છે.

સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે

ગયા અઠવાડિયે સોનીના ભાવમાં આશરે રૂ. 800નો ઘટાડો નોંધાયો હતો. આ પછી MCX પર આ સોનાની જૂન વાયદાની કિંમત ઘટીને 70,677 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. ગયા એપ્રિલની શરૂઆતમાં તેની કિંમત આસમાને પહોંચી ગઈ હતી અને 10 ગ્રામની કિંમત 73,958 રૂપિયાના ઉચ્ચ સ્તરે હતી. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી સોનાના ભાવમાં થયેલા ઘટાડા પર નજર કરીએ તો અત્યાર સુધી સોનું તેના ઉચ્ચ સ્તરથી 3,281 રૂપિયા સસ્તું થયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવમાં ઘટાડો

જે રીતે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સોનાના ભાવમાં વધઘટ જોવા મળે છે, તે જ ક્રમમાં ભૂતકાળમાં પહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને પછી ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં દરમિયાન તેના ભાવમાં વધઘટ જોવા મળી હતી. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે એપ્રિલ મહિનામાં તેની કિંમતો રોકેટની ઝડપે દોડતી જોવા મળી હતી. પરંતુ, હવે તેમાં રાહત છે અને માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગયા શુક્રવારે તે $2301 પ્રતિ ઔંસના સ્તરે પહોંચી ગયો હતો. નોંધનીય છે કે 1 ઔંસમાં અંદાજે 28 ગ્રામ હોય છે.

અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં ઘટાડો

ખાસ વાત એ છે કે વૈશ્વિક તણાવ ઓછો થયા બાદ સોનાની કિંમતમાં ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં આગામી થોડા દિવસોમાં અખાત્રીજનો તહેવાર આવવાનો છે. 10મી મેના રોજ અક્ષય તૃતીયા છે અને આ દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ છે અને એવું માનવામાં આવે છે કે અખાત્રીજ પર સોનું ખરીદવું ખૂબ જ શુભ હોય છે. સોનાના ભાવ આસમાને પહોંચતા આ દિવસે ખરીદીમાં ઘટાડો થવાની ધારણા હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ભાવમાં થયેલા ઘટાડાને કારણે હવે બજારને સપોર્ટ મળી શકે છે.

વધુ વાંચો: સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા હોય તો ધ્યાન રાખજો, દિગ્ગજ ઉદ્યોગપતિએ આપી ચેતવણી, સેબી પાસે તપાસની માગ

ગત વર્ષની સરખામણીએ અત્યારે આટલું મોંઘું

ગયા વર્ષે અખાત્રીજના તહેવાર પર સોનાના ભાવ સાથે સરખામણી કરવામાં આવે તો તે હજુ પણ ખૂબ જ ઊંચી છે. ગયા વર્ષે 22 એપ્રિલ 2023 ના રોજ અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને તે સમયે દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ 56,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 61,150 રૂપિયા હતી. કોમોડિટી માર્કેટના જાણકારોના મતે અક્ષય તૃતીયા સુધીમાં સોનાનો ભાવ ઘટીને રૂ. 69000ની આસપાસ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ