બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

VTV / NRI News / વિશ્વ / હવેથી કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને સપ્તાહમાં મળશે માત્ર 24 કલાક કામ કરવાની છૂટ

NRI ન્યૂઝ / હવેથી કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને સપ્તાહમાં મળશે માત્ર 24 કલાક કામ કરવાની છૂટ

Last Updated: 10:15 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Working Hours Latest News : કેનેડા સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે એક નવો નિયમ બનાવ્યો, અગાઉ વિદેશી વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસની બહાર 20 કલાકથી વધુ કામ કરવાની છૂટ હતી અને હવે....

Canada Working Hours News : કેનેડામાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ માટે મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, કેનેડા સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે એક નવો નિયમ બનાવ્યો છે, જે અંતર્ગત હવે વિદેશી વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર 24 કલાક જ કામ કરવાની છૂટ આપવામાં આવશે. આ નવો નિયમ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. અગાઉ વિદેશી વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસની બહાર 20 કલાકથી વધુ કામ કરવાની છૂટ હતી. મળતી માહિતી મુજબ આ અંગેનો નવો નિયમ મંગળવારથી લાગુ થશે.

કેનેડામાં અભ્યાસ કરવા માટે અન્ય દેશોમાંથી આવતા ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરથી અઠવાડિયામાં માત્ર 24 કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે. ઇમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે સોમવારે આ સંદર્ભમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કૉલેજ કેમ્પસમાં દર અઠવાડિયે 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપતી અસ્થાયી નીતિ 30 એપ્રિલ, 2024 ના રોજ સમાપ્ત થશે. અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે, અમે વિદ્યાર્થીઓ દર અઠવાડિયે કેમ્પસની બહાર કામ કરી શકે તેવા કલાકોની સંખ્યા બદલીને 24 કલાક કરવા માંગીએ છીએ.

Canada NRI News 01

તમને જણાવી દઈએ કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે દેશમાં શ્રમિકોની અછતને પહોંચી વળવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 20 કલાકની કામની મર્યાદાને અસ્થાયી રૂપે માફ કરી દીધી હતી. હવે આ છૂટ મંગળવારે સમાપ્ત થઈ રહી છે. નોંધનિય છે કે, કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે. કેનેડિયન બ્યુરો ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન 2022ના રિપોર્ટ અનુસાર તે વર્ષે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3,19,130 ​​હતી.

વધુ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાનાં આ 5 શહેર રહેવા માટે સસ્તા, જાણો એક મહિનામાં કેટલો ખર્ચ થાય

શૈક્ષણિક પ્રદર્શનમાં ઘટાડો

માહિતી અનુસાર કેનેડા સરકારનું માનવું છે કે, કોલેજ કેમ્પસની બહાર કામકાજના કલાકોમાં અઠવાડિયામાં 28 કલાકથી વધુ સમય પસાર કરવાને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે આ નિર્ણય લેવાયો છે. તમને જણાવી દઈએ કે, વિશ્વના મોટાભાગના દેશોએ અભ્યાસ દરમિયાન ત્યાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે કામના કલાકોની મર્યાદા નક્કી કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ