બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / VIDEO: AC ચલાવવાની એવી ટિપ્સ, જેનાથી બિલ વધારે નહીં આવે
Last Updated: 11:59 AM, 21 May 2024
ઉનાળો આવતાની સાથે જ ઘરોમાં વીજળીનો વપરાશ વધી જાય છે અને ગરમીથી રાહત અપાવતું આ એસી વીજળીનું બિલ વધારે આવે તેની પાછળનું મેઇન રિઝન છે, જેટલી વધારે ગરમી એટલો વધારે એસીનો વપરાશ અને એટલું જ મોટું ઇલેક્ટ્રિસિટી બિલ. હવે વિન્ડો એસી હોય કે સ્પ્લિટ એસી બંનેમાં ખૂબ જ વીજળીનો વપરાશ થાય છે. જો તમારા ઘરનું વીજળીનું બિલ પણ AC ના કારણે ઘણું વધારે આવે છે, તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવશું જેને અજમાવીને તમે ઉનાળામાં ACની ઠંડી હવાની મજા માણી શકશો અને બિલ પણ ઓછું આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હવે જેમ જેમ ગરમી વધે એમ એમ આપણે એસીમાં ટેમ્પરેચર ઘટાડતા જઈએ અને ઘણા લોકો 16 કે 18 ડિગ્રી સેલ્સિયસ પર એસી ટેમ્પરેચર રાખતા હોય છે પણ એવું ન કરવું જોઈએ.. નૉર્મલી 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે ટેમ્પરેચર રાખવું જોઈએ. સાથે જ મેં તો એવું પણ સાંભળ્યું છે કે ટેમ્પરેચરમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરવાથી 5 ટકા વીજળીની બચત થઈ શકે છે.
તમે જે પણ રૂમમાં એસી ચલાવો છો એ રૂમના બારીઓ અને દરવાજા ફિટોફિટ બંધ હોવા જોઈએ.. જો કોઈ પણ બારી કે દરવાજામાંથી સૂર્યપ્રકાશ આવે તો તે રૂમ ઝડપથી ગરમ થઈ જાય છે એટલા માટે એસી ચલાવતા સમયે બારીના પડદા પણ બંધ રાખવા જોઈએ.. આવું કરવાથી લાંબા સમય સુધી એ રમ ઠંડો રહેશે અને લાંબા સમય સુધી AC ચલાવવાની જરૂર નહીં પડે.
AC ચલાવવાની એવી ટિપ્સ, જેનાથી બિલ વધારે નહીં આવે I News Plus #WaystoReduceYourACBill #ACBill #AC #ReduceYourACBill #NewsPlus #VTVGujarati pic.twitter.com/2FzyDhEYdR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 19, 2024
આ સિવાય AC સારી રીતે કામ કરતું રહે અને વધુ લોડ ન લે એ માટે સમયાંતરે એસીની સર્વિસ કરાવતી રહેવી જોઈએ. સાથે જ લીકેજનું પણ ધ્યાન રાખો. જો એર કંડિશનરમાં લીકેજ હોય તો તે યોગ્ય રીતે કામ નથી કરતું અને વીજળીનો વપરાશ પણ વધુ થાય છે. આ સાથે જ તમે બિલ ઘટાડવા માટે એસી સાથે પંખો પણ ચાલુ રાખી શકો છો. આમ કરવાથી ACની હવા આખા રૂમમાં ફરશે અને રૂમ ઝડપથી ઠંડો થશે
હવે આપણાં ઘરમાં જે એસી છે તેમાં ઘણા પ્રકારના મોડ જોવા મળે છે, પછી તે વિન્ડો એસી હોય કે સ્પ્લિટ એસી. તેમ તમને ડ્રાય, કુલ, ફેન કે હિટ જેવા ઘણા મોડ હશે. ઉનાળામાં એસી ચાલુ કરો એ સમયે તમારું એસી કૂલિંગ મોડ પર રાખવું જોઈએ. સાથે જ તમે જ્યારે પણ એસી બંધ કરો ત્યારે રિમોટથી બંધ કરો એ બાદ પાવર બટન પણ બંધ કરી દો જેથી કરીને સતત પાવરનો ઉપયોગ ન થતો રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.