બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:38 PM, 21 May 2024
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ-નક્ષત્રોના સ્થાન પરિવર્તનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનાથી ઘણા મહત્વપૂર્ણ યોગ બને છે. આ રાજયોગમાં માલવ્ય રાજયોગને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેને પંચ મહાપુરૂષ યોગમાંથી એક માનવામાં આવે છે. શુક્રના કોઈ ખાસ ભાવ કે રાશિમાં હોવા પર માલવ્ય યોગ બને છે.
ADVERTISEMENT
શુક્ર 19મે 2024એ વૃષભ રાશિમાં ગોચર કરી ચુક્યા છે. વૃષભ રાશિમાં શુક્રના આવવાથી માલવ્ય યોગ બની રહ્યો છે. આ રાજયોગના શુભ પ્રભાવથી અમુક રાશિઓની લોટરી લાગવાની છે. જાણો કઈ રાશિના લોકોને આ ખાસ યોગનો લાભ મળશે.
ADVERTISEMENT
વૃષભ રાશિ
માલવ્ય યોગ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ રાશિમાં માલવ્ય યોગ બનવાથી તમને આ યોગનું શુભ ફળ વધારે સારૂ મળશે. આ સમયે તમારૂ વ્યક્તિ ખૂબ જ આકર્ષક બનશે. આ રાશિના વેપારીઓને લાભ થશે. તમે પ્રભાવશાળીના સંપર્કમાં આવશો. વૈવાહિક જીવનની દરેક મુશ્કેલી દૂર થશે.
કન્યા
માલવ્ય યોગથી કન્યા રાશિના લોકોની કિસ્મત ચમકી જશે. આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે તમે પોતાના કરિયરમાં ખૂબ પ્રગતિ કરશો. તમને સફળતા મેળવવાના શાનદાર અવસર મળશે.
ઘણી સારી જગ્યાથી નોકરીની ઓફર આવી શકે છે. કરિયરમાં પ્રમોશનના પણ યોગ બનશે. તમે પ્રસન્ન અને સંતુષ્ટ રહેશો. તમારી આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના વધશે. તમને કામ માટે યાત્રા પર જવું પડી શકે છે.
કુંભ
કુભ રાશિના લોકો માટે માલવ્ય યોગ ખૂબ જ લાભકારી રહેશે. આ યોગના શુભ પ્રભાવથી તમારી સુખ-સુવિધાઓ વધશે. નોકરીમાં પદોન્નતિના યોગ બનશે. તમને વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી આવકના નવા સ્ત્રોત બનશે.
વધુ વાંચો: ક્યારે છે નિર્જળા એકાદશી? પાણી વગર કરવામાં આવે છે વ્રત, જાણો તેનું મહત્વ
તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમને ઘણા નવા અવસર પ્રાપ્ત થશે. તમે કોઈ નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. કરિયરમાં પ્રગતિ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.