બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:18 PM, 21 May 2024
દિલ્હીમાં દારુ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના અનેક નેતા ફસાયા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીને આ કેસમાં જામીન મળી ગયા છે પરંતુ મનીષ સિસોદિયાને કોર્ટે જામીન ન આપતા મોટો ઝડકો લાગ્યો છે. આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે બંને કેસમાં નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાએ જામીન નામંજૂર કરવાના નિર્ણયને પડકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસે મનીષ સિસોદિયા અને ED વકીલોની ટૂંકી ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો. આદેશ વાંચતી વખતે કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આદેશ ટ્રાયલ કોર્ટની સત્તાને અસર કરતું નથી. તેણે યોગ્યતાના આધારે જ નિર્ણય લેવાનો હતો. ટ્રાયલમાં માત્ર વિલંબ જામીન માટેનો આધાર બની શકે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
આદેશ વાંચતી વખતે કોર્ટે કહ્યું કે આરોપીઓ હજારો પાનાના દસ્તાવેજો જોવાની માંગ કરી રહ્યા છે. આના કારણે વિલંબ થાય છે. તેમણે કહ્યું કે આ મામલો સત્તાના દુરુપયોગનો છે. આરોપી જે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી હતા તેણે પૂર્વ નિર્ધારિત ધ્યેય માટે નીતિ બનાવી હતી. બેંચ વતી કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતે કહ્યું હતું કે જ્યારે સિસોદિયા જામીન અરજી દાખલ કરે છે ત્યારે ટ્રાયલ કોર્ટે તેની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના નિર્ણય લેવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.