બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'મને લાગે છે કે ક્રિકેટમાં આ સૌથી ખરાબ ઘટના છે', જાણો કેમ ICC પર ગૌતમ ગંભીરે ભડાશ કાઢી
Last Updated: 12:31 PM, 21 May 2024
ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર બેફામ નિવેદનો આપવા માટે જાણીતો છે. આ વખતે પણ તેણે આવો જ મુદ્દો ઉઠાવ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે આ વખતે ICC પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે એક નિયમથી વ્હાઈટ બોલ ક્રિકેટમાં ખાસ કરીને ODI ક્રિકેટમાં સ્પિનરોની કળાને ખતમ કરી દીધી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે ક્રિકેટમાં આ સૌથી ખરાબ વસ્તુ થઈ છે કે ODI ક્રિકેટમાં બે નવા બોલથી 50 ઓવર નાખવામાં આવે છે. ગંભીરે આઈસીસી પર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે જો મારું ચાલે તો હું બે બોલવાળો નિયમ હટાવી દઉં.
ADVERTISEMENT
KKR ના મેન્ટર ગૌતમ ગંભીરે આર અશ્વિનની યુટ્યુબ ચેનલના શોમાં કહ્યું, "વ્હાઈટ બોલ ક્રિકેટમાં જે સૌથી ખરાબ વસ્તુ થઈ છે તે છે બે નવા બોલનું આવવું. હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે તમે એક ગેમથી ફિંગર સ્પિનરનું બધું જ કૌશલ્ય છીનવી લીધું છે, પછી ભલે તે ડાબોડી સ્પિનર હોય કે ઑફ-સ્પિનર હોય. તમારી પાસે બે નવા બોલ છે અને અંદર પાંચ ફિલ્ડર છે. તમે એક ફિંગર સ્પિનર પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકો કે એ સપાટી પરથી કંઈપણ કાઢશે અને તેને અંતિમ 11માં સામેલ કરવામાં આવશે? આ વ્હાઈટ બોલ ક્રિકેટમાં સૌથી ખરાબ વસ્તુ છે."
ADVERTISEMENT
ગંભીરે સ્વીકાર્યું છે કે આર અશ્વિન અને નાથન લિયોનની વ્હાઇટ બોલ કારકિર્દી આ કારણે ટૂંકી રહી છે કારણ કે તેમને બોલ અને પીચથી કોઈ સપોર્ટ મળતો નથી. તેણે કહ્યું, "મેં આ દરેક જગ્યાએ કહ્યું છે. આ નિયમે વિશ્વના બે શ્રેષ્ઠ ફિંગર સ્પિનરોને છીનવી લીધા છે, જેમણે વધુ વ્હાઈટ બોલ ક્રિકેટ રમવી જોઈતી હતી, અશ્વિન અને નાથન લિયોન. આ લોકોના ન રમવાનું કારણ એ હતું કે તેમના માટે કશું જ ન હતું, આ બધા અવરોધો છતાં એક સપાટ ટ્રેક પર ટૂંકી બાઉન્ડ્રી પર પાવર હિટર સાથે અને ડીઆરએસ સાથે પણ."
વધુ વાંચો: 'મારી માટે આ ચિંતાનો વિષય છે કે....', ભારતીય યુવાઓને ગૌતમ ગંભીરની ચેતવણી, જુઓ શું કહ્યું
ભારતના વર્લ્ડ કપ વિજેતા બેટ્સમેને સીધું ICC પર નિશાન સાધ્યું અને કહ્યું, "ICCનું કામ દરેક પ્રકારના બોલરને પ્રોત્સાહન આપવાનું છે, જેઓ ઑફ-સ્પિનર અથવા ફિંગર સ્પિનર બનવા માંગે છે. મને જણાવો કે હવે કેટલા યુવાનો સ્પિન બોલિંગની કળા અપનાવવા માંગે છે? કોઈ નહીં, કારણ કે તેઓ જાણે છે કે વ્હાઈટ બોલ ક્રિકેટમાં તેમનું કોઈ ભવિષ્ય નથી. જો મારું ચાલે તો હું વ્હાઈટ ક્રિકેટમાં બે નવા બોલ નાખવાનો નિયમ હટાવી દઉં. મને લાગે છે કે આ ક્રિકેટમાં થયેલી સૌથી ખરાબ વસ્તુ છે. મને લાગે છે કે આઈસીસીએ ગડબડ કરી દીધી છે. આશા છે કે તેઓ ભવિષ્યમાં આને બદલી શકે છે અને એક વનડે મેચમાં પૂરી 50 ઓવર માટે માત્ર એક જ બોલનો ઉપયોગ કરી શકે છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.