બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આ વખતે બુદ્ધપૂર્ણિમા પર બની રહ્યાં છે અનેક રાજયોગ, ખુલી જશે આ જાતકોના બંધ કિસ્મતના તાળાં, થશે અપાર ધનવર્ષા
Last Updated: 03:33 PM, 21 May 2024
વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધ પૂર્ણિમા આવે છે. તેને બુદ્ધ જયંતી પણ કહેવામાં આવે છે કારણ કે બૌદ્ધ સમુદાય માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. તેની સાથે જ હિંદૂ ધર્મ માટે વૈશાખ પૂર્ણિમા મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે સ્નાન-દાન કરવાની સાથે સાથે ચંદ્ર દેવ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ખાસ ફળોની પ્રાપ્તિ થશે.
ADVERTISEMENT
આ વખતે બુદ્ધ પૂર્ણિમા 23 મેએ છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગજલક્ષ્મી,ગુરૂ આદિત્ય, શુક્રાદિત્ય અને શિવ યોગ બની રહ્યા છે. એવામાં આ રાશિઓના ઉપર માતા લક્ષ્મી મહેરબાન રહેશે.
ADVERTISEMENT
વૃષભ
આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની ખાસ કૃપા થશે. એવામાં આ રશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ધન લાભ થશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાની કારણે રોકાયેલા કામ એક વખત ફરીથી શરૂ થશે. પરિવારની સાથે સારો સમય પસાર કરશો. નોકરીયાત લોકોને ખૂબ લાભ મળી શકે છે. તમારા કામને જોતા કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ હશે. આ રાશિના જાતકોને લાંબા સમયથી રોકાયેલા કામ પુરા થશે. તેની સાથે જ ધન-ધાન્યમાં વધારો થશે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. માતા લક્ષ્મીની કૃપાથી તમે ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો. તેની સાથે જ વાહન, સંપત્તિ કે પછી કોઈ પ્લોટ ખરીદી શકો છો. પરિવાર સાથે સારો સમય પસાર કરશો.
તુલા
તુલા રાશિના જાતકો માટે ગજલક્ષ્મી સહિત અન્ય રાજયોગ ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. એવામાં આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. બેરોજગારોને સારી નોકરી મળી શકે છે. તેની સાથે જ નવી નોકરીની શોધ કરી રહેલા જાતકોને પણ ખૂબ લાભ થઈ શકે છે. તમારા કામને જોતા ઈન્ક્રીમેન્ટ, બોનસ વગેરે મળી શકે છે. સારા અધિકારીઓની સાથે સારા સંબંધ હોવા કારણે તમને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.