બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગૌતમ અદાણીએ ફરીવાર 100 અરબ ડોલર ક્લબમાં સ્થાન મેળવ્યું; તો મુકેશ અંબાણી પહોંચ્યા એક સ્ટેપ નીચે, જાણો નેટવર્થ

આગેકૂચ / ગૌતમ અદાણીએ ફરીવાર 100 અરબ ડોલર ક્લબમાં સ્થાન મેળવ્યું; તો મુકેશ અંબાણી પહોંચ્યા એક સ્ટેપ નીચે, જાણો નેટવર્થ

Last Updated: 03:04 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ" મુજબ ગૌતમ અદાણી ફરીવાર 100 અરબ ડોલરના ક્લબમાં સામેલ થયા છે. અદાણીની સંપત્તિમાં સોમવારે 60 મિલિયન ડોલરનો વધારો થયો હતો.

ભારત વૈશ્વિક લેવલ પર પ્રભાવ ઊભો કરી રહ્યો છે, કેમ કે દેશના આર્થિક વિકાસમાં ઉદ્યોગપતિઓ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. એવામાં "બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ" મુજબ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરીવાર 100 અરબ ડોલરના ક્લબમાં સામેલ થઈ ગયા છે. અદાણી ગ્રુપના શેરમાં ઇજાફો થતા તેમની સંપતિ વધી છે. અદાણીની સંપતિમાં સોમવારે 60 મિલિયન ડોલરનો વધારો થયો હતો.

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર આ વર્ષમાં ગૌતમ અદાણીની સંપતિમાં 16.2 અરબ ડોલરની વૃદ્ધિ થઇ છે. વિશ્વના અમીરોના લિસ્ટમાં તે એક સ્થાન આગળ આવ્યા છે, તે 14માં સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. તો મુકેશ અંબાણી અમીર વ્યક્તિના લિસ્ટમાં એક સ્થાન પાછળ ખસીને 12માં નંબરે પહોંચ્યા છે. અંબાણીની સંપતિ 968 મિલિયન ડોલર વધીને 110 અરબ ડોલરે પહોંચી છે. તેમના નેટ વર્થમાં આ વર્ષે 13.7 અરબ ડોલરનો વધારો થયો છે.

gautam adani

અમીરોના લિસ્ટમાં અમેરિકાનો દબદબો

વિશ્વના અમીર વ્યક્તિઓની લિસ્ટમાં અમેરિકાના ઉદ્યોગપતિઓનો ઝલવો છે. વિશ્વના ટોપ 11 અમીર વ્યક્તિઓમાં 10 તો અમેરિકન છે. ટોપ ટેનમાં એક પણ ભારતીય નથી. જો ટોપ 20ના લિસ્ટની વાત કરવી હોય તો તેમાં પાંચ દેશના ઉદ્યોગપતિઓ સામેલ છે. જેમાં 14 અમેરિકાના, 2 ભારતના, 2 ફ્રાન્સના, અને 1-1 સ્પેન અને મેક્સિકોના છે.

આ રહી વિશ્વના ટોપ પાંચ અમીરોની વિગત

વિશ્વના ટોપ અમીર વ્યક્તિમાં ફ્રાન્સના બર્નાડ અરનોલ્ટ પ્રથમ નંબર પર છે. તેમની લેટેસ્ટ નેટવર્થ 220 અરબ ડોલર છે. બીજા નંબર પર એમેઝોનના જેફ બેજોસ છે, તેમની નેટ વર્થ 207 અરબ ડોલર છે. ત્રીજા નંબર પર ટેસ્લા અને ટ્વીટર Xના માલિક એલન મસ્કની નેટ વર્થ 190 અરબ ડોલર છે. માર્ક ઝુકરબર્ગ જે મેટાના CEO છે તેઓ 168 અરબ ડોલરની નેટ વર્થ સાથે ચોથા નંબર પર છે, તો લેરી પેઝ 156 અરબ ડોલરના નેટ વર્થ સાથે પાંચમા નંબર પર છે.

વધુ વાંચો: સોનું ફરી 74 હજારને પાર, તો ચાંદીની કિંમતમાં પણ રેકોર્ડબ્રેક ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

જો ભારતના ટોપ પાંચ અમીરોની વાત કરવી હોય તો, તેમાં મુકેશ અંબાણી પ્રથમ નંબર પર છે, બીજા નંબર પર ગૌતમ અદાણી, ત્રીજા નંબર પર JSW ગ્રુપના સાવિત્રી જિંદાલ & ફેમિલી, ચોથા નંબર પર HCL ટેક્નોલોજીસના શિવ નાદર છે, તો પાંચમા નંબર પર સન ફાર્માસ્યુટિકલના દિલીપ સંઘવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Richest Indians Gautam Adani Business World’s Billionaires
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ