બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPLમાંથી સંન્યાસની અટકળો વચ્ચે MS Dhoni પર આવી મોટી અપડેટ, લંડનમાં સર્જરી બાદ લઇ શકે છે નિર્ણય
Last Updated: 12:41 PM, 21 May 2024
IPL 2024માં ચેન્નાઈ સુપરકિંગ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય નથી કરી શકી. ટૂર્નામેન્ટમાં તેમની સફર આરસીબીનિ સામે હાર સાથે સમાપ્ત થઈ હતી. એ બાદ તાજેતરમાં માહી રાંચીમાં બાઇક રાઇડ કરતાં હોવા મળ્યો હતો પરંતુ હવે તેના લંડન જવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
MS Dhoni will travel to London for his Muscle tear treatment, will decide future course post recovery 🤞🏻#MSDhoni #CSK #Indiancricket #Insidesport #Crickettwitter pic.twitter.com/1F3EbfSUxI
— InsideSport (@InsideSportIND) May 20, 2024
ADVERTISEMENT
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની હાર બાદ MS ધોનીની નિવૃત્તિ અંગેની અટકળોએ જોર પકડ્યું છે. જો કે, આ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે ધોની સ્નાયુમાં થયેલી ઈજાની સારવાર માટે લંડન જવાની યોજના બનાવી રહ્યો છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે માહી IPL 2024 પછી લંડન જઈ શકે છે અને તેના ઘૂંટણની સર્જરી કરાવી શકે છે. જો કે ધોની કે તેની ટીમ દ્વારા હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. ધોની લંડનમાં સર્જરી બાદ જ નિવૃત્તિ અંગે નિર્ણય લેશે.
MS Dhoni is likely to visit London for muscle tear treatment.
— Tanuj Singh (@ImTanujSingh) May 20, 2024
- He will decide future course post recovery. (IANS). pic.twitter.com/rmSbUaw0jl
રિપોર્ટ્સ અનુસાર, 'ધોની તેના સ્નાયુમાં થયેલી ઈજાની સર્જરી માટે લંડન જઈ શકે છે, જેના કારણે તેને IPL દરમિયાન સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સંપૂર્ણ રીતે ફિટ નથી પરંતુ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગે છે અને સારવાર પછી જ તેના ભવિષ્ય વિશે નિર્ણય લેશે. ધોનીને સર્જરી બાદ સાજા થવામાં પાંચથી છ મહિનાનો સમય લાગી શકે છે.'
માહીએ આ સિઝનમાં 8 ઇનિંગ્સમાં 53.67 ની સરેરાશ અને 220.55 ના સ્ટ્રાઇક રેટથી 161 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 14 ચોગ્ગા અને 13 છગ્ગા આવ્યા હતા. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 37 રન હતો. ધોનીએ લીગ સ્ટેજની છેલ્લી મેચમાં આરસીબી સામે 25 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 110 મીટર લાંબી સિક્સ પણ ફટકારી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT