બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:49 PM, 21 May 2024
સુરતનાં બારડોલી ગામે મઢીગામે જીઆરટી જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જીઆરડી જવા કમલેશ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જીઆરડી જવાન બાઈક રીપેર કરાવવા માટે ગેરેજમાં આવ્યો હતો. બાઈક રીપેરીંગ સમયે કમલેશ ચૌધરીએ જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી પણ સામે આવવા પામ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મઢી ગામ નજીક બાલદા ગામ પાસે ટેકરી ફળિયામાં રહેતાં કમલેશ બચુભાઈ ચૌધરી બપોરનાં સમયે બાઈક રીપેરીંગ કરાવવા માટે ગેરેજ પર ગયા હતા. જ્યાંથી બાઈક રીપેર કરાવ્યા બાદ તેઓ પરત જઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર બેસ્યા બાદ તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જે બાદ બાજુમાં ઉભેલ ગેરેજમાં કામ કરતા યુવક દ્વારા આજુબાજુમાંથી લોકોને બોલાવી કમલેશભાઈને તાત્કાલીક સારવાર અર્થે મોકલ્યા હતા. પરંતું તેઓને સારવાર મળે તે પહેલા પ્રાણ પંખેડું ઉડી જવા પામ્યું હતું.
બારડોલીના મઢીગામે GRD જવાનને આવ્યો હાર્ટએટેક, હાર્ટએટેકની ઘટના CCTVમાં કેદ#Surat #heartAttack #CCTV #GRD #VTVGujarati pic.twitter.com/liJJLqb9xc
— ~ अभिमन्यु ~ ( VTV NEWS ) (@soulofnovemberr) May 21, 2024
ગેરેજ પર બનેલ આ દુઃખદ ઘટનાં સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારે સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઈક રીપેર થઈ ગયા બાદ યુવક બાઈક પર બેસે છે. બાઈક પર બેસ્યાનાં થોડા સમયમાં જ જીઆરડી જવાન ઢળી પડે છે. યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.