બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:14 PM, 21 May 2024
જેઠ મહિનાના શુક્લ પક્ષની અગિયારસે નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે નિર્જળા એકાદશી 17 જૂન 2024એ છે. પરંતુ નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂન 2024 મંગળવારે કરવામાં આવશે. નિર્જળા એકાદશીના વ્રતના પારણા 19 જૂને કરવામાં આવશે. આ વ્રતમાં જળ ગ્રહણ નથી કરવામાં આવતું. માટે આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.
ADVERTISEMENT
નિર્જળા એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. નિર્જળા એકાદશીના વ્રતને સુહાગણ મહિલાઓ કરે છે. નિર્જળા એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. નિર્જળા એકાદશીનું વ્રત બધી એકાદશીના વ્રતમાં મુશ્કેલ માનવામાં આવે છે.
ADVERTISEMENT
નિર્જળા એકાદશીનું મહત્ત્વ
આ દિવસે જળ ગ્રહણ કર્યા વિના ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિધાન છે. આ વ્રત કરવાથી તમામ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે, ભીમે માત્ર આ એક ઉપવાસ કર્યો હતો અને તેઓ મૂર્છિત થઈ ગયા હતા. આ કારણોસર આ એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
નિર્જળા એકાદશીની પૂજા
નિર્જળા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરો. ત્યાર પછી પીળા વસ્ત્ર ધારણ કરી લો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી અર્પણ કરો. ભગવાન વિષ્ણુ અને માઁ લક્ષ્મીના મંત્રનો જાપ કરો.
વ્રતનો સંકલ્પ કર્યા પછી બીજા દિવસે સૂર્યોદય ના થાય ત્યાં સુધી જળ ગ્રહણ ના કરવું. અન્ન અને ફળાહાર પણ ગ્રહણ કરવાના નહીં રહે. બારસના દિવસે સ્નાન કરીને શ્રીહરિની પૂજા કર્યા પછી અન્ન અને જળ ગ્રહણ કર્યા પછી વ્રતના પારણા કરવા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.