બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / AI સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ, ખુદ ગોડફાધરે આ બાબતને લઇ ચિંતા વ્યક્ત કરી, જુઓ શું કહ્યું
Last Updated: 11:53 AM, 21 May 2024
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક તરફ વિકાસના નવા રસ્તા ખોલવા તૈયાર છે, તો બીજી તરફ સમગ્ર વિશ્વ માટે તે ચિંતાનું કારણ બની ગયું છે. વાસ્તવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની કોઈ સીમા નથી. આ એક એવી ટેક્નોલોજી છે જે જાતે જ વિકસિત થવાની ક્ષમતા ધરાવે છે. મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે એઆઈને એક મોટો ખતરો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે માનવ વિકાસ એક મર્યાદિત ગતિએ થાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની કોઈ મર્યાદા નથી. એવામાં માણસો મશીનોથી પાછળ રહી જશે અને આ સમગ્ર માનવતા માટે ખતરો છે.
ADVERTISEMENT
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પિતા તરીકે ઓળખાતા જ્યોફ્રી હિન્ટને પોતાની જ બનાવેલી ટેક્નોલોજી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેમને એ વાતનું દુઃખ છે કે AIના કારણે લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જીવનભર તેમને એ વાતનો અફસોસ રહેશે કે તેમણે AI માટે આટલા લાંબા સમય સુધી કામ કર્યું. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેને કોઈ રોકી શક્યું ન હતું. જો મેં આવું ન કર્યું હોત બીજું કોઈ કરી નાખતે.
ADVERTISEMENT
તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ યુગમાં યુનિવર્સલ બેઝિક ઈન્કમનો રસ્તો કારગર સાબિત થઈ શકે છે. AIના કારણે જોબ માર્કેટમાં આવેલા ફેરફારોના યુગમાં હું કહેવા માંગુ છું કે યુનિવર્સલ બેઝિક ઈન્કમ એક સારો માર્ગ છે. AIથી પ્રોડક્ટિવિટી વધશે અને પુષ્કળ નાણા વધશે. પરંતુ એનાથી સમાજમાં અસમાનતા વધી જશે. ઘણા બધા લોકોની નોકરી જશે અને બીજી તરફ ઘણા બધા લોકો અત્યંત અમીર બની જશે. આ સમાજ માટે ખૂબ જ ખરાબ થવાનું છે.
વધુ વાંચો: VIDEO: કેવી રીતે ક્રેશ થયું ઈરાની રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર! શું ગુપ્તચર મોસાદનો હાથ છે?
તેમણે કહ્યું કે AI આગામી પાંચથી 20 વર્ષમાં જ એક મોટો પડકાર બની શકે છે. જણાવી દઈએ કે જ્યોફ્રી હિન્ટનનો જન્મ 6 ડિસેમ્બર 1947ના રોજ લંડનમાં થયો હતો. તેમણે કેમ્બ્રિટમાંથી પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા અને પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે પીએચડી કર્યું. તેઓ ગૂગલ સાથે કામ રહી રહ્યા હતા પરંતુ હવે તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.