બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:39 PM, 20 May 2024
હાલમાં સ્પેન અને પોર્ટુગલમાં જે થયું તે લોકો માટે થોડુ ડરામણુ હતું. હકીકતે અહીં મોડી રાતે અચાનર આકાશમાં ઉડતો એક મોટો આગનો ગોળો જોવા મળ્યો. તેના પસાર થતા જ કાળું આકાશ સંપૂર્ણ રીતે બ્લૂ થઈ ગયું. ઘણા લોકોએ આ ઘટનાની મનમોહક તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
ADVERTISEMENT
UNREAL!! MASSIVE Meteor sighting over Portugal!
— In2ThinAir (@In2ThinAir) May 19, 2024
To see a streak like this is a once in a lifetime event!
No word on whether it hit earth and become a Meteorite!
Also seen for Hundreds of miles!
Wow!!#Portugal #meteor #comet #meteorite pic.twitter.com/Xguw6an8pn
આ વસ્તુ ખૂબ જ ચમકીલી અને બ્લૂ આગના ગાળા જેવી દેખાય છે. જેણે ગાયબ થતા પહેલા અમુક સેકેન્ડ માટે રાત્રે આકાશને રોશન કરી દીધું. આ સંભવતઃ એક ઉલ્કાપિંડ હતું પરંતુ આવી ન્યૂઝ આવવા છતાં ઉલ્કાપિંડ જોવાની કોઈ ઓફિશ્યલ પુષ્ટિ નથી થઈ.
ADVERTISEMENT
સામાન્ય નાગરીકોની તરફથી શેર કરવામાં આવેલો આ વીડિયો કોઈ જાદુઈ વસ્તુના જેવો દેખાઈ રહ્યો છે. તેમાં એક ક્ષણ માટે તો આકાશનો રંગ એવો થઈ રહ્યો છે જાણે કોઈ બીજી દુનિયા હોય. ઘણા લોકોએ આ વીડિયોઝ પર ઢગલો કમેન્ટ્સ કરી છે અને તેને જોવાનો દાવો કર્યો છે.
ADVERTISEMENT
નાસાએ જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ દિવસે લગભગ 48.5 ટન ઉલ્કાપિંડ મેટીરિયલ પૃથ્વી પર પડ્યા છે. લગભગ બધા મટીરિયલ પૃથ્વીના વાયુમંડળમાં વૈપરાઈઝ થઈ જાય છે. માટે એક ચમકીલું નિશાન દેખાય છે જેને સામાન્ય ભાષામાં તૂટતો તારો કહેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.