બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાના હેડકોચની રેસમાં સ્ટાર ખેલાડીનું નામ થયું એડ, ગંભીરનું પત્તું કપાશે તેવા સંકેત
Last Updated: 05:33 PM, 21 May 2024
T20 વર્લ્ડ કપ 2024 બાદ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપશે. તેમનો કાર્યકાળ પૂર્ણ થશે. ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ બાદ તેમનો કાર્યકાળ આગામી વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. BCCI માટે આ સમયે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતીય ટીમનો આગામી મુખ્ય કોચ કોણ હશે. ભારતીય ક્રિકેટ બોર્ડમાં આને લઈને ઘણી મૂંઝવણ ચાલી રહી છે. જોકે બોર્ડે કેટલાક નામોને શોર્ટલિસ્ટ કર્યા છે, પરંતુ તે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યું નથી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ભારતીય ટીમના હેડ કોચ માટે સ્ટીફન ફ્લેમિંગ અને ગૌતમ ગંભીર સૌથી મોટા દાવેદાર છે. પરંતુ ફ્લેમિંગ સાથે વાતચીતના અભાવે ગંભીરનું નામ ફાઈનલ માનવામાં આવે છે. આ દરમિયાન અનુભવી સ્પિનર હરભજન સિંહે કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ પછી સવાલો ઉઠવા લાગ્યા છે કે શું તે ગૌતમ ગંભીરનું પત્તુ કાપી નાખશે? એક ઈન્ટરવ્યુમાં હરભજન સિંહે કોચ બનવા વિશે કહ્યું કે ક્રિકેટે તેને ઘણું આપ્યું છે, જો તેને ટીમને કંઈક પાછું આપવાની તક મળશે તો તે ખૂબ જ ખુશ થશે. જો કે, હરભજને એમ પણ કહ્યું છે કે તે જાણતો નથી કે તે આ માટે અરજી કરશે કે નહીં, પરંતુ તેના નિવેદન પછી ગૌતમ ગંભીરની સાથે આ રેસમાં વધુ એક દાવેદાર ચોક્કસપણે જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાના કોચિંગ અંગે હરભજન સિંહે કહ્યું કે આ કામ ખેલાડીઓને શીખવવા કરતાં તેમને મેનેજ કરવાનું વધુ છે. રતીય ટીમના ખેલાડીઓ ડ્રાઇવ અને પુલ શોટ કેવી રીતે મારવા તે જાણે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'મને લાગે છે કે ક્રિકેટમાં આ સૌથી ખરાબ ઘટના છે', જાણો કેમ ICC પર ગૌતમ ગંભીરે ભડાશ કાઢી
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની પસંદગી કરવા માટે BCCI પહેલા તમામ અરજીઓ જોશે. આ પછી અરજી કરેલ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડે અરજી માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. BCCI અનુસાર આ પદ માટે માત્ર તે જ વ્યક્તિ અરજી કરી શકે છે, જેની ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તેણે ઓછામાં ઓછી 30 ટેસ્ટ અથવા 50 ODI રમી હોય. જો કોઈ વ્યક્તિએ બે વર્ષ સુધી ટેસ્ટ રમતા દેશનું કોચિંગ કર્યું હોય તો તે પણ અરજી કરી શકે છે. આ સિવાય IPL, એસોસિયેટ મેમ્બર, ઇન્ટરનેશનલ લીગ, ફર્સ્ટ ક્લાસ ટીમ અથવા નેશનલ A ટીમમાં કોચિંગનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા લોકોને પણ આ પદ માટે લાયક ગણવામાં આવશે. BCCI તરફથી લેવલ 3 અથવા તેના સમકક્ષ પ્રમાણપત્ર મેળવનાર કોચ પણ અરજી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.