બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બજેટથી 3 ગણી વધારે કમાનારી આ સાઉથની ફિલ્મ બનશે 5 ભાષાઓમાં, વિદેશમાં પણ રીમેકની તૈયારી
Last Updated: 12:03 PM, 21 May 2024
સાઉથની ફિલ્મોને લઈને એવી ધારણા જરૂર હોય છે કે ફિલ્મો ખૂબ જ વધારે બજેટમાં બને છે અને જે વધારે બજેટમાં બને છે તે તાબડતોડ કમાણી પણ કરે છે તે દુનિયાભરમાં છવાઈ જાય છે. પરંતુ એવું નથી. એક ઓછા બજેટમાં બનેલી ફિલ્મ પણ દુનિયાભરમાં પસંદ કરવામાં આવી શકે છે. આવી જ સાઉથની એક ફિલ્મ છે 'પાર્કિંગ'.
ADVERTISEMENT
6 કરોડનું હતું બજેટ
ADVERTISEMENT
ફિલ્મ 1 ડિસેમ્બર 2023એ આવી હતી. ફિલ્મનું બજેટ લગભગ 6 કરોડ હતું અને ફિલ્મે લગભગ 18 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં હરીષ કલ્યાણ, એમ એસ ભાસ્કર અને ઈંદુઝા રવિચંદ્રનનો શાનદાર અભિનય જોવા મળ્યો હતો. તેનું નિર્દેશન રામકુમાર બાલાકૃષ્ણને કહ્યું હતું. હવે આ ફિલ્મને લઈને મોટી અપડેટ આવી રહી છે. પહેલા તો આ ફિલ્મને 4 ભારતીય ભાષાઓમાં બનાવવામાં આવશે. જ્યારે એક વિદેશી ભાષામાં પણ આ ફિલ્મનું રીમેક બનશે.
વધુ વાંચો: શું તમે જાણો છો, અલગ-અલગ રંગના વૉલેટનું મહત્વ? જાણશો તો આજથી વસાવી લેશો આવું પર્સ
ઓફિશ્યલ અનાઉન્સમેન્ટ બાકી
રિપોર્ટ્સ અનુસાર એક મોટા પ્રોડક્શન હાઉસે પાર્કિંગનું રીમેક બનાવવાના રાઈટ્સ લીધા છે. તેના માટે તે સારી કિંમત આપી રહ્યા છે. એટલે કે સ્પષ્ટ છે કે મેકર્સ આ પિલ્મને લઈને ઈન્ટરેસ્ટેડ જોવા મળી રહ્યા છે. પરંતુ હજુ આ વાતની ઓફિશ્યલ અનાઉન્સમેન્ટ નથી થઈ. પરંતુ જો એવું થયું તો આ ફિલ્મ માટે ખૂબ જ સન્માનની વાત હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.