બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBIએ એક્શન લેતા ગોલ્ડ લોન લેનારાઓની મુશ્કેલીમાં વધારો, આડેધડ અપાતી લોન પર વાગશે બ્રેક

બિઝનેસ / RBIએ એક્શન લેતા ગોલ્ડ લોન લેનારાઓની મુશ્કેલીમાં વધારો, આડેધડ અપાતી લોન પર વાગશે બ્રેક

Last Updated: 01:29 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI દ્વારા સખ્ત વલણ અપનાવવામાં આવ્યું છે. NBFCs કંપનીઓ દ્વારા અપાતી ગોલ્ડ લોનમાં RBIના નિયમોનો ભંગ થતો હોવાથી કડકાઈ હાથ ધરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા લેવાયેલા એક નિર્ણયના કારણે મુથુટ ફાયનાન્સ અને મણપ્પૂરમ જેવી NBFCs કંપનીઓના બિઝનેસ પર અસર થશે. કેમ કે RBIએ ગોલ્ડ લોનને લઇ કડકાઈ શરૂ કરી છે. કેન્દ્રીય બેન્ક દ્વારા બનાવાયેલ નિયમોનું પાલન ન થતાં માર્ચ મહિનામાં RBIએ IIFL ફાયનાન્સને નવી ગોલ્ડ લોન ઈશ્યું કરતા રોકી દીધી હતી. RBI હવે કડકાઈથી ગોલ્ડ લોનના નિયમો પાલન કરાવા માંગે છે.

loan 2

RBIના સખ્ત વલણના કારણે ગ્રાહકો અને NBFCs કંપની પર નેગેટિવ અસર થઈ શકે છે. RBIને વારંવાર ફરિયાદો મળી રહીં હતી કે, નોન બેન્ક ફાયનાન્શિયલ કંપનીઓ (NBFCs) દ્વારા ગોલ્ડ લોન આપતી વખતે નિયમોનું ઉલ્લંઘન થાય છે. નીયમ મુજબ ગીરવે રાખેલા દાગીનાની 75 ટકા રકમ જ લોન સ્વરૂપે આપી શકાય પરંતુ NBFCs તેના કરતાં વધુ લોન આપતી હતી. આ સાથે લોનની રકમ બેન્કમાં ટ્રાન્સફર કરવાની જગ્યાએ કેશમાં આપતી હતી. જેથી RBIએ નિર્દેશ કર્યો છે કે, જે વ્યક્તિને 20 હજારથી વધુની લોન લેવી હોય તેને પૈસા બેન્કમાં જ ટ્રાન્સફર કરવા.

rbi_45

વધ્યો હતો ગોલ્ડ લોનનો વ્યાપાર

ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ NBFCsના ગોલ્ડ લોન બિઝનેસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. આ દરમિયાન કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી હતી. તે વખતે ગીરવે રાખેલા દાગીનાની 90 ટકા રકમની લોન આપી શકાતી હતી. 2020ના વર્ષમાં NBFCsનો ગોલ્ડ લોન બિઝનેસ 35 હજાર કરોડ હતો 2023માં તે વધીને 1.31 લાખ કરોડ પર પોંહચી ગયો હતો.

RBIની કડકાઈથી થશે આ અસર

RBI દ્વારા સખ્ત વલણ અત્યાર કરવામાં આવતા હવે દેશની તમામ NBFCs કંપનીના પોર્ટફોલિયો પર તેની અસર પડશે. RBIની કડકાઈથી હવે NBFCs કેશ લોન નહીં આપી શકે સાથે તે હવે દાગીનાના 75 રકમ જ લોન સ્વરૂપે આપી શકશે, જેથી તેની અસર તેના બિઝનેસ પર પડશે.

વધુ વાંચો: F&O ટ્રેડિંગ, જેમાં એકાએક રોકાણકારોની સંખ્યા વધતા સરકારે આપી ચેતવણી, જાણો શું

RBIના આ નિર્ણયથી માત્ર NBFCs કંપનીને જ નહીં પણ ગ્રાહકો પર પણ પડશે. તેને હવે ગોલ્ડ લોન માટે ડોક્યુમેન્ટનું કામ વધી જશે અને સમય પણ લાગશે, કેમ કે કેશ લોન બંદ કરી દેવામાં આવી છે, આ સિવાય 75 ટકા જ લોન મળવાના કારણે તેનું નુકશાન ગ્રાહકોને પણ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Loan RBI Action NBFCs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ