બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / હવે પાર્ટ 3માં નહીં રિલીઝ થાય રણબીર કપૂરની ફિલ્મ રામાયણ! શૂટિંગ શરૂ કરાતા જ લેવાયો મોટો નિર્ણય
Last Updated: 09:41 AM, 21 May 2024
નિતેશ તિવારીની ફિલ્મ રામાયણને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. હાલમાં બોલિવૂડમાંથી દરેક જગ્યાએ માત્ર રણવીર કપૂર અને નિતેશ તિવારીની ફિલ્મ રામાયણની જ ચર્ચા થઈ રહી છે. જેની પાછળનું કારણ એ છે કે ફિલ્મને લઈને દરરોજ લેટેસ્ટ અપડેટ્સ આવી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે રામાયણ ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. તો ફિલ્મનું ટાઈટલ પણ બદલવામાં આવ્યું છે.
ADVERTISEMENT
#Ramayana is a two-part saga with a simultaneous shoot of 350 days with #RanbirKapoor, #Yash, #SaiPallavi and #SunnyDeol
— Real Box office™ (@Real_Box_0ffice) May 20, 2024
Earlier the makers have planned it as a Trilogy Now will just be a 2 part movie. pic.twitter.com/ytkMpeID1h
ADVERTISEMENT
હવે રણબીર કપૂરની ફિલ્મ રામાયણને લઈને વધુ એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. જેમ કે બધા જાણે છે કે રામાયણ ફિલ્મમાં રણવીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે, સાઈ પલ્લવી માતા સીતાનો રોલ કરી રહ્યો છે અને યશ રાવણનો રોલ કરી રહ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રણવીર કપૂરની ફિલ્મ રામાયણનું શૂટિંગ ડિસેમ્બર 2025 સુધીમાં પૂરું થઈ જશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી શકે છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 'રામાયણ' બે ભાગમાં બનાવવામાં આવશે. આ બંને પાર્ટને એકસાથે શૂટ કરવામાં આવશે. એટલે કે 'રામાયણ'નું શૂટિંગ માર્ચથી શરૂ થઈ ગયું છે. આગામી 350 દિવસ સુધી તેનું શૂટિંગ થવાનું છે. બંને ભાગોનું શૂટિંગ ડિસેમ્બર 2025માં પૂર્ણ થશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી કલાકારોનો લુક એવો જ રહે. નહિંતર, જો તે 'રામાયણ'ની બે ફિલ્મો વચ્ચે બીજી કોઈ ફિલ્મ શૂટ કરે છે, તો તેના માટે તેણે પોતાનું શરીર અને દેખાવ બંને બદલવું પડશે. મેકર્સ આ ઈચ્છતા નથી.
EXCLUSIVE: #Ramayana is a two-part saga with a simultaneous shoot of 350 days with #RanbirKapoor, #Yash, #SaiPallavi and #SunnyDeol - Detailed Reporthttps://t.co/wvQUXnZEmC
— Himesh (@HimeshMankad) May 20, 2024
નિતેશ તિવારીએ ફિલ્મને મોટા પાયે બતાવવા માટે બે ભાગમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. રણબીર, સાઈ પલ્લવી અને સની દેઓલ સાથે બંને પાર્ટનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ માટે 350 દિવસનું શિડ્યુલ બનાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, અન્ય કલાકારો પણ સોલો સિક્વન્સ શૂટ કરશે. મુખ્ય શૂટ આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે, ત્યારબાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થશે.
'રામાયણ પાર્ટ 1' રિલીઝ થઈ ત્યાં સુધીમાં બીજા ભાગનો મોટો ભાગ શૂટ થઈ ગયો હશે. નિર્માતા શૂટિંગની સાથે સાથે પોસ્ટ-પ્રોડક્શનનું કામ પણ ચાલુ રાખવા માંગે છે. જેથી બંને ફિલ્મો એક વર્ષના અંતરાલમાં રિલીઝ થઈ શકે. પહેલી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ મેકર્સ તેની રિલીઝ ડેટ જાહેર કરશે. હાલમાં આ ફિલ્મની જાહેરાતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
જોકે આનાથી અન્ય કલાકારોના કામમાં ઘણો ફરક પડશે. જેમ કે રણબીર 'રામાયણ પાર્ટ 1' પછી 'લવ એન્ડ વોર' અને 'એનિમલ પાર્ક'નું શૂટિંગ શરૂ કરવાનો હતો. હવે તે 2026 પહેલા આ બે ફિલ્મોનું શૂટિંગ ભાગ્યે જ શરૂ કરી શકશે. રણબીરના કારણે સંજય લીલા ભણસાલી, સંદીપ રેડ્ડી વાંગા જેવા ફિલ્મ નિર્માતાઓ અને આલિયા ભટ્ટ, વિકી કૌશલ જેવા કલાકારોએ તેમના ટાઈમટેબલમાં ફેરફાર કરવો પડશે. આ બધું કેવી રીતે થાય છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT