બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં 24 કલાકમાં 4 આપઘાતની ઘટના, ડૉકટરે કહ્યું પ્રેમ, વ્યસન સહિત આ કારણો જવાબદાર

ચિંતાજનક / નવસારીમાં 24 કલાકમાં 4 આપઘાતની ઘટના, ડૉકટરે કહ્યું પ્રેમ, વ્યસન સહિત આ કારણો જવાબદાર

Last Updated: 07:28 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં આપઘાતનાં બનાવોમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે. 24 કલાકમાં 4 લોકોએ આપઘાતનાં બનાવ બનવા પામ્યા હતા. લોકોએ આપઘાત કરતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

નવસારી જીલ્લામાં આપઘાતનાં કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

જેમાં ખેર ગામે રહેતા 32 વર્ષીય રાકેશ ગરાસિયાએ અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરી બાંધી મોતને વ્હાલુ કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ બાબતે સરીગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. રાકેશ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. તેમજ તે પરિવારમાં સૌથી નાનો હતો. આત્મહત્યા કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી

જ્યારે બીજા એક બનાવમાં નવસારીનાં ધારાગીરી વિસ્તારમાં પરેશભાઈ રાઠોડ (ઉ.વર્ષ.33) ઘરે પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બાબતે ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

hand-holding-loop-rob-with-black-background-2023-11-27-04-49-52-utc

સારવાર દરમ્યાન મોત નિપજ્યું

ત્રીજા કેસની વાત કરીએ તો મહુવર મરોલી બજારમાં રહેત નાથુભાઈ પટેલ (ઉ.વર્ષ.89) એ અગમ્ય કારણોસર એસીડની બોટલ ગટગટાવી ગયા હતા. જે બાબતે પરિવારજનોને જાણ થતા પરિવારજનોએ 108 મારફત તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર બાબતે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

એક તરફી પ્રેમમાં જીવન ટૂંકાવ્યું

ચોથા કેસમાં નવસારી શહેરમાં રહેતા દર્શિત પટેલ (ઉ.વર્ષ.25) પોતાનાં ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીંદગી ટૂંકાવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા યુવક દ્વારા એક તરફી પ્રેમમાં મોત વ્હાલુ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ વાંચોઃ GRD જવાન બાઇક પર બેઠો અને હાર્ટ એટેકે મારી કીક!, બારડોલીની ઘટના CCTVમાં કેદ

Doctor

અપેક્ષા,વ્યસન જેવા કારણો પણ આત્મહત્યા માટે જવાબદાર

આ સમગ્ર બાબતે સિવિલ હોસ્ટિલનાં મનોવૈજ્ઞાનિક ર્ડાક્ટરે આત્મહત્યાનાં કારણો વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, યુવાનોમાં આત્મહત્યા માટે દેખાદેખી, વધારે પડતી જવાબદારીનો અહેસાસ જેવા કારણો જવાબદાર છે. તેમજ પોતાની જાત પાસેથી વધારે અપેક્ષા, વ્યસન જેવા કારણો પણ આત્મહત્યા માટે જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Navsari suicide attempt alarming increase
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ