બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઇના ઘાટકોપરમાં સર્જાયું મોતનું તાંડવ, અચાનક પક્ષીઓનું એક ઝૂંડ ટકરાયું વિમાનને, 36 રાજહંસોના મોત
Last Updated: 05:49 PM, 21 May 2024
Mumbai News: મુંબઈના ઘાટકોપરના લક્ષ્મી નગર વિસ્તારમાં એમિરેટ્સનું એક વિમાન પક્ષિઓના ઝુડથી અથડાઈને ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. એક બાજુ જ્યાં 36 પક્ષીઓના મોત થઈ ગયા ત્યાં જ બીજી બાજુ વિમાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મોટી દુર્ઘટના સામે આવી છે. એક વિમાન રાજહંસના ઝૂંડ સાથે અથડાઈ ગયું છે. તેનાથી એક કે બે નહીં 36 પક્ષીઓના જીવ ગયા છે. મુંબઈના ઘાટકોપરના લક્ષ્મી નગર વિસ્તારમાં એમિરેટ્સનું એક વિમાન પક્ષીઓના ઝુંડ સાથે અથડાઈને ઈજાગ્રસ્ત થઈ ગયું છે.
એક રિપોર્ટ અનુસાર એક બાજુ જ્યાં 36 પક્ષીઓના મોત થઈ ગયા છે ત્યાં જ બીજી બાજુ વિમાનને ભારે નુકસાન પહોંચ્યું છે. માટે વિમાનને તરત ઉતારી લેવામાં આવ્યું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિમાનના બધા યાત્રી અને કેબિન ક્રૂ સુરક્ષિત છે.
ADVERTISEMENT
પક્ષીઓના ઝુંડ સાથે અથડાયુ વિમાન
મુંબઈ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે 9.18 મિનિટ પર એમિરેટ્સની ફ્લાઈટ ઈકે 508 પક્ષીઓના ઝુંડ સાથે અથડાઈ ગઈ. તેના બાદ વિમાન સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું.
વધુ વાંચો: જીવનના તમામ કષ્ટોથી મેળવવી છે મુક્તિ? તો દર મંગળવારે અપનાવો આ ઉપાય
સોમવારે મોડી રાત્ર સુધી શોધ ચાલું રાખવા પર લગભગ 29 રાજહંસના મૃતદેહ મળ્યા. જ્યારે મંગળવારે સવારે ચારથી પાંચ બીજા મૃતદેહ મળ્યા. રિપોર્ટ અનુસાર એરલાઇન્સની તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT