બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધોરણ-12ની પૂરક પરીક્ષાના ફોર્મનો સમય વધારાયો, ધોરણ-11માં એડમિશન માટે હેલ્પલાઇનનું એલાન
Last Updated: 06:01 PM, 21 May 2024
રાજ્યમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફોર્મ ભરવા માટે બોર્ડ દ્વારા એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. પૂરક પરીક્ષાનાં ફોર્મ ભરવા માટે 1 દિવસની સમય મર્યાદા વધારવામાં આવી છે. પૂરક પરક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 22 મે સુધી પૂરક પરીક્ષાનાં ફોર્મ ભરી શકશે. તેમજ અગાઉ જાહેર થયેલી અંતિમ તારીખમાં 21 માં 1 દિવસનો વધારો કરાયો છે. બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.
ADVERTISEMENT
ધો. 11 માં વિદ્યાર્થીઓનાં પ્રવેશને લઈ આગામી સમયમાં હેલ્પ લાઈન શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રવેશનાં પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા મહત્વનું નિવેદન આપ્યું છે. ટૂંક સમયમાં હેલ્પલાઈન નંબર જાહેર કરાશે.
ADVERTISEMENT
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે મહત્વના સમાચાર, પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ, 22 મે સુધી ભરી શકાશે ફોર્મ #Gandhinagar #Gandhinagarnews #hsc #BreakingNews #gujarat #vtvgujarati pic.twitter.com/ekCWugallz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 21, 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ આ વર્ષે ઊંચું આવ્યું છે. જેને કારણે ધોરણ 11માં ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે મુશ્કેલી પડવાની છે. જેથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા વિદ્યાર્થી પ્રવેશ સાથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળે તો સાથી હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી શકે છે. જેથી ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં મદદ કરવામાં આવશે. ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં પ્રવેશ ન મળે તેવા વિદ્યાર્થીઓ માટે આ હેલ્પલાઇન મદદરૂપ સાબિત થવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.