બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / 25 થી 35ની ઉંમરમાં ભૂલ્યા વગર કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, હાર્ટ એટેકથી બચી શકશો

હેલ્થ ટિપ્સ / 25 થી 35ની ઉંમરમાં ભૂલ્યા વગર કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, હાર્ટ એટેકથી બચી શકશો

Last Updated: 07:24 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ કે બીપી જેવી સમસ્યા ધરાવતા ના હોય તેવા યુવાનો પણ ભોગ બની રહ્યા છે.

Silent Heart Attack: સાયલન્ટ હાર્ટ એટેક એવા યુવાનોને પણ તેનો શિકાર બનાવે છે. જે યુવાનો દારૂ પણ પીતા નથી હોતા અને સિગારેટનું વ્યસન પણ ન હોય તેમ છતાં આવા યુવાનો શિકાર બને છે. ડાયાબિટીસ કે બીપી જેવી સમસ્યા ધરાવતા ના હોય તેવા યુવાનો પણ ભોગ બની રહ્યા છે.

આજકાલ હાર્ટ એટેક વધુને વધુ યુવાનોને તેનો શિકાર બનાવી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ ખરાબ આહાર અને બગડેલી જીવનશૈલી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આવા યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે, જેમને ન તો બીપીની સમસ્યા છે કે ન તો ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલની. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે 20-25 વર્ષના યુવાનો ન તો બેચેની અનુભવી રહ્યા છે કે ન તો છાતીમાં દુખાવો, તેમ છતાં આવી યુવાનોને હાર્ટના હુમલા આવી રહ્યા છે. બહારથી મજબૂત દેખાતા યુવાનો સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે.

heart attack 02

સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા શું કરવું

હેલ્થ એક્સપર્ટના મતે ખરાબ લાઈફસ્ટાઈલ અને એક્સરસાઇઝના અભાવને કારણે ઉંમર વધવાની સાથે ઘણી બીમારીઓ આપણને અસર કરવા લાગે છે. આવી સ્થિતિમાં યુવાનોએ સ્વસ્થ દિનચર્યા અપનાવવી જોઈએ. શરીરનું વજન જાળવી રાખો, BP, કોલેસ્ટ્રોલ, શુગર અને બોડી માસ, બ્લડ પ્રેશરનું નિયમિત ચેકઅપ કરાવો, જેથી તમે જાણી શકો કે સમસ્યા ક્યાં છે. આનાથી સમયસર સમસ્યાને ટાળી શકાય છે અને તેના જોખમોને નિયંત્રિત કરી શકાય છે.

સાયલન્ટ હાર્ટ એટેકથી બચવાના ઉપાયો

  1. પૂરતી ઊંઘ લો, જેથી શરીર સ્વસ્થ રહે.
  2. વધુ પડતું કામ ન કરો.
  3. માનસિક તણાવ ટાળો
  4. મોટેથી હસો, હસતા રહો
  5. દારૂ અને સિગારેટથી દૂર રહો.
  6. યોગ્ય આહાર અને કસરત કરો.

આ ટેસ્ટ અચુક કરાવો

જો તમારી ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે છે, તો તમારે જીમમાં જતા પહેલા અમુક ટેસ્ટ ચોક્કસ કરાવવા જોઈએ. જો ECG, Echo અને TMT સાથે તમે લિપોપ્રોટીન એ, HA CRP, ક્રોનિક કેલ્શિયમ જેવા ટેસ્ટ પણ કરાવો, તો તેમાંથી ઘણું જાણી શકાય છે. જો આ ટેસ્ટના પરિણામ સારા આવે તો ડરવાની કોઈ વાત નથી, જો પરિણામ નેગેટિવ આવે તો તમે ડોક્ટરની સલાહ લીધા બાદ દવાઓ લેવાનું શરૂ કરી શકો છો.

આ પણ વાંચોઃ તમારા પેટમાંથી ગુડગુડ અવાજ આવતો હોય તો ચેતજો, આ ગંભીર બીમારીના સંકેત

સાયલન્ટ હાર્ટ એટેકથી સમસ્યા

નિષ્ણાતોના મતે સાયલન્ટ હાર્ટ એટેક કોઈ ચેતવણી કે કોઈ સમસ્યા વિના આવે છે. આમાં હૃદય લોહીનું પંપીંગ બંધ કરી દે છે અથવા તેમનું બ્લડપ્રેશર ઘટી જાય છે. ડાયાબિટીસ ધરાવતા લોકોમાં સાયલન્ટ એટેક વધુ જોવા મળે છે. તેઓને છાતીમાં દુખાવો થતો નથી, ન તો તેમને પરસેવો થતો હોય છે, તેઓ નર્વસ પણ અનુભવતા નથી. બગડતી જીવનશૈલી, તણાવ, શુગર, બીપી અને વાયુ પ્રદુષણ તેના મુખ્ય કારણો છે.

(Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)

સંકળાયેલા મુદ્દાઓ

Silent Heart Attack news Health Tips હેલ્થ ટિપ્સ Heart Attack સાયલન્ટ હાર્ટ એટેક કોને આવી શકે? સાયલન્ટ હાર્ટ એટેક લક્ષણો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ