બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO: કેવી રીતે ક્રેશ થયું ઈરાની રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર! શું ગુપ્તચર મોસાદનો હાથ છે?

દુર્ઘટના કે ષડયંત્ર / VIDEO: કેવી રીતે ક્રેશ થયું ઈરાની રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર! શું ગુપ્તચર મોસાદનો હાથ છે?

Last Updated: 11:02 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલિકોપ્ટર દુર્ઘટના પાછળનું એક કારણ ખરાબ હવામાન જણાવવામાં આવી રહ્યું છે.. તો બીજી તરફ ષડયંત્રની પણ અટકળો સેવાઈ રહી છે

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર રવિવારે ક્રેશ થયું હતું અને સોમવારે તેમના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. હેલિકોપ્ટર દુર્ઘટના પાછળનું એક કારણ ખરાબ હવામાન જણાવવામાં આવી રહ્યું છે.. તો બીજી તરફ ષડયંત્રની પણ અટકળો સેવાઈ રહી છે.. કેટલાક ઈરાનીઓ તેને ઈઝરાયેલનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ઈરાની રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર ક્રેશ પાછળ મોસાદનો હાથ છે....?

ઇરાનની જનતામાં ઘેરો શોક

વરજેધન શહેરના પહાડો પર મળેલો હેલિકોપ્ટરનો કાટમાળ ઈરાનના અંદાજીત 9 કરોડ લોકોની ઉમેદ્દોને પણ રાખ કરી ગયો છે.. ઈરાનના લોકો રવિવારની સાંજથી જ પોતાના રાષ્ટ્રપતિની સલામતીની દુવા કરી રહ્યા હતા.. પરંતુ કાટમાળ સુધી રેસ્ક્યૂ ટીમ પહોંચ્યા બાદ ત્યાંની તસવીરો સામે આવ્યા પછી.. ઈરાને એ આશંકા પર મહોર લગાવી દીધી કે, 63 વર્ષના તેમના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને તેમની સાથે આ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થઈ ચૂક્યાં છે..

ધુમ્મસ વધારે હતું વિઝિબિલિટી પણ 5 મિટરથી વધુ નહોતી

ઈબ્રાહિમ રઈસી અરસ નદી પર ઈરાન અને અઝરબૈજાન દ્વારા સંયુક્ત રીતે બાંધવામાં આવેલ ત્રીજો બંધ કિજ કલાસીના ઉદઘાટન સમારોહમાં પહોંચ્યા હતા.. ત્યાર બાદ તેઓ તબરેજ શહેર જઈ રહ્યા હતા.. જે ત્યાંથી અંદાજીત 50 કિલોમિટર દૂર છે.. આ દરમિયાન હેલિકોપ્ટર એક પહાડી વિસ્તારને પાર કરી રહ્યું હતું..જ્યા ખૂબ વધુ ધુમ્મસ હતું.. વિઝિબિલિટી પણ 5 મિટરથી વધુ નહોતી.. આ પરિસ્થિતિમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું અને એવી આગ લાગી કે, બધું જ ખાક થઈ ગયું..

ઈઝરાયેલનું ઈરાનમાં જાસૂસી નેટવર્ક ?

આ એક દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર હતા તે તમામ લોકોના મોત થઈ ચૂક્યા છે.. જોકે આ દુર્ઘટના પાછળ હવામાનને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે.. પરંતુ અમેરિકા અને ઈઝરાયેલ સાથેની દુશ્મનીને જોતા ષડયંત્રની શંકાઓ પણ સેવાઈ રહી છે.. ઈઝરાયેલનું ઈરાનમાં જાસૂસી નેટવર્ક હોવાની ચર્ચા છે... અને તેમાં અઝરબૈજાનની મોટી ભૂમિકા હોવાનું કહેવાય છે.. જેને લઈને જાણકારો ષડયંત્ર હોવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે..

આ પણ વાંચોઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈશીના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર, જુઓ 5 મહત્વના અપડેટ

માત્ર પ્રેસિડેન્ટ જેમાં હતા તે જ હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું ?

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલામાં કુલ 3 હેલિકોપ્ટર હતાં.. જેમાંથી બે હેલિકોપ્ટર સુરક્ષિત પહોંચી ગયાં..પરંતુ રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું.. આવું કેમ..આ સવાલ ષડયંત્રની વાત કરનારા લોકો પૂછી રહ્યા છે..

ઈરાનની ઈઝરાયેલ સાથે કટ્ટર દુશ્મની

મહત્વનું છે કે, ઈરાનની ઈઝરાયેલ સાથે કટ્ટર દુશ્મની છે.. અને દુશ્મની 50 વર્ષથી પણ જુની છે.. પરંતુ હાલમાં જ દુશ્મની એટલી વધી ગઈ કે થોડા સમય પહેલા ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી દીધો.. બીજી તરફ ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી હતી...

સંકળાયેલા મુદ્દાઓ

conspiracy Iran Israel President
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ