બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / '...તો હું BJP છોડી દઇશ', તાજેતરમાં જ ભાજપ જોઇન કરી ચૂકેલા શેખર સુમનના નિવેદનથી પાર્ટીમાં હલચલ

નિવેદન / '...તો હું BJP છોડી દઇશ', તાજેતરમાં જ ભાજપ જોઇન કરી ચૂકેલા શેખર સુમનના નિવેદનથી પાર્ટીમાં હલચલ

Last Updated: 08:58 AM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shekhar Suman: શેખર સુમને થોડા દિવસો પહેલા BJP જોઈન કર્યું હતું. ત્યાં જ હવે એક્ટરે પોતાના એક નિવેદનથી ખલબલી મચાવી દીધી છે. હકીકતે શેખરે કહ્યું છે કે જો તે પોતાનું લક્ષ્ય પુરૂ નહીં કરી શકે તો તે પાર્ટી છોડી દેશે.

શેખર સુમન હાલમાં જ બીજેપીમાં શામેલ થયા છે. જોકે તેના પહેલા પણ હીરામંડી એક્ટરે કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી લોકસભા સીટની ચૂંટણી લડી હતી પરંતુ ભાજપ ઉમેદવાર શત્રુદ્ન સિન્હાથી હારી ગયા હતા. ત્યારે બાદ ત્રણ વર્ષ બાદ શેખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું.

shekhar-1

ત્યાં જ આ મહીનાની શરૂઆતમાં તે દેશમાં લોકસભા ચૂંટણી માટે થઈ રહેલા મતદાનની વચ્ચે બીજેપીમાં શામેલ થયા. જોકે એક્ટિંગ છોડીને સંપૂર્ણ રીતે રાજનેતા બનવાની તેમની કોઈ પ્લાનિંગ નથી. ત્યાં જ હવે શેખરે પોતાના એક નિવેદનથી ખલબલી પણ મચાવી દીધી છે.

રાજનીતિ માટે એક્ટિંગ નથી છોડવા માંગતા શેખર

શેખરે કહ્યું, "હું હજુ પણ એક અભિનેતા બનવા માંગું છું. જે રાજનીતિનો ભાગ છે જેથી તે મને મારી ઈન્ડસ્ટ્રી અને પોતાના રાજ્ય માટે એ પ્રકારની વસ્તુઓ કરવા માટે સશક્ત બનાવે જે હું કરવા માંગુ છું. હું કોઈ રાજનૈતિક ઉથલ-પાથલ અને વિવાદમાં નથી પડવા માંગતો અને મારી કોઈ રાજનૈતિક મહત્વકાંક્ષ પણ નથી. હું કોઈ રાજનેતા નથી. હું રાજનીતિમાં નથી રહેલા માંગતો અને છતાં રાજનીતિમાં રહવા માંગું છું અને આ પ્રકારની વસ્તુઓ કરવા માંગુ છું જે હું કરવા માંગતો હતો. "

shekhar-2

લક્ષ્ય પુરો ન થયો તો છોડી દઈશ પાર્ટી

ત્યાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના રાજનાતિક કાર્યો દ્વારા શું ફેરફાર લાવવો જોઈએ. તેના વિશે શેખરે કંઈ નથી કહ્યું, પરંતુ તેમણે એમ જરૂર કહ્યું કે જો તે પોતાના લક્ષ્યોને પુરા નહીં કરી શકે તો તે બીજેપીની જર્નીને પુરી કરી દેશે.

વધુ વાંચો: માઇગ્રેનથી છો પરેશાન? તો રસોડાની આ 2 ચીજ તમને અપાવશે ભયંકર દર્દથી છૂટકારો

તેમણે કહ્યું, "એવું નથી કે જો હું રિઝલ્ટ આપવામાં સક્ષમ નથી તો પણ હું રોકાઈશ. મેં પોતાના માટે એખ સમય મર્યાદા નક્કી કરી લીધી છે અને જો મેં પોતાને જે વચન આપ્યું છે. તેને પુરૂ કરવામાં સક્ષમ નહીં રહું તો હું બહાર નિકળવાનો ઓપ્શન સિલેક્ટ કરીશ. હું અહીં એક ખાસ કારણથી આવ્યો છું. સેવા કરવા માટે. જો હું સેવા કરવામાં અસમર્થ થઉ તો ફક્ત તેના માટે ત્યાં રહેવાનો કોઈ મતલબ નથી. પરંતુ જ્યારે તમે પોતાની પોઝિટિવિટી અને દ્રઢ સંકલ્પની સાથે આવો છો તો ભગવાન પણ મદદ કરે છે."

સંકળાયેલા મુદ્દાઓ

Shekhar Suman BJP Heeramandi શેખર સુમન
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ