બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / સુરતમાં સ્માર્ટ મીટર સાથે લાગ્યા ચેકમીટર, સ્થાનિકોનો ઢોલનગારા સાથે વિરોધ, કોંગ્રેસ પણ કૂદી

નિર્ણય / સુરતમાં સ્માર્ટ મીટર સાથે લાગ્યા ચેકમીટર, સ્થાનિકોનો ઢોલનગારા સાથે વિરોધ, કોંગ્રેસ પણ કૂદી

Last Updated: 05:34 PM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટ મીટરને લઈ વડોદરા, સુરત તેમજ સુરેન્દ્રનગર ખાતે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. સ્માર્ટ મીટર યોજનાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. તો બીજી તરફ સ્માર્ટ મીટરને લઈ લોકોમાં ગેરસમજ દૂર કરવા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્માર્ટ મીટર લગાવતા વિરોધ જોવા મળ્યો હતો. નાગરિકોએ સ્માર્ટ મીટર લગાવાતા ઢોલ નગારા સાથે વિરોધ કર્યો હતો. સ્માર્ટ મીટર નથી જોઈતા સ્માર્ટ મીટર મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા. તેમજ પીજીવીસીએલ દ્વારા જુના મીટર અને સ્માર્ટ મીટર બંને સરખા છે તો સ્માર્ટ મીટર કેમ લગાવવામાં આવે છે.

SMART MITER

લોકોને ગેરસમજ દૂર કરવા ચેક મીટર લગાવાવનો નિર્ણય

સ્માર્ટ મીટરનાં વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 20 સ્માર્ટ મીટર વચ્ચે ડીજીવીસીએલ દ્વારા એક મીટર લગાવ્યું છે. લોકોને ગેરસમજ દૂર કરવા ચેક મીટર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 20 દિવસ સુધી બંને મીટરનું રિડીંગ ચેક કરવામાં આવશે. તેમજ 20 દિવસ બાદ ગ્રાહકને બંને મીટર વચ્ચેનો તફાવત બતાવવામાં આવશે.

RAJUBHAI THAKKAR

સ્માર્ટ મીટરની યોજનાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી

રાજ્યમાં સ્માર્ટ પ્રી-પેઈડ મીટર લગાડવા સામે વિરોધનો વંટોળ સર્જાયો છે. સમગ્ર મુદે સરકાર પણ સતર્ક બની છે. ત્યારે હવે સ્માર્ટ મીટરની યોજનાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. વડોદરાના બાજવાના એક નાગરિકે એમજીવીસીએલના ડાયરેક્ટર અને કેન્દ્રીય ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. તેમને એમજીવીસીએલ તરફથી સ્માર્ટ મીટર લગાડવા બાબતે મેઈલ મળ્યો હતો. જેમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી તેવી રજૂઆત કરાઈ છે.

વધુ વાંચોઃ બપોરે ઘરમાં જ પુરાયેલા રહેજો: હવામાન વિભાગે કરી આગ ઓકતી આગાહી, રાત્રી પણ રહેશે ગરમ

ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવાશે

સ્માર્ટ વીજ મીટરને લઈ રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવાશે. ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવાશે. તેમજ જૂના વીજ મીટરની માંગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સતત લોકોનો સ્માર્ટ વીજમીટર સામે વિરોધને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar petition filed in High Court Smart meter Amit Chavda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ