બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / EVMની ફાળવણી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ, જુઓ ક્યાં કેવો માહોલ

લોકસભા ચૂંટણી 2024 / EVMની ફાળવણી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ, જુઓ ક્યાં કેવો માહોલ

Last Updated: 02:25 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે યોજાનાર મતદાનને લઈને ચૂંટણી પંચે કર્મચારીઓને મતદાનની ફરજના સ્થળે રવાના કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદ: આવતીકાલે રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે કર્મચારીઓને મતદાનની ફરજના સ્થળે રવાના કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. વિધાનસભા વાઇઝ EVM અને અન્ય સામગ્રી સાથે કર્મચારીઓને રવાના કરાયા છે. ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે મતદાન

અમદાવાદ જિલ્લામાં આવેલા 21 વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ કુલ- 5458 મતદાન મથકોમાં છેલ્લી ઘડીની તૈયારી ચાલી રહી છે. જ્યાં આજે વિધાનસભામાં સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવેલ EVM અને વીવીપેટ મતદાન મથક પર લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ. અમદાવાદ જિલ્લામાં ચૂંટણી દરમિયાન કુલ 5458 મતદાન મથક પર ઉપયોગમાં લેવાનાર BU, CU અને EVM-VVPAT મતદાન મથક પર લઈ જવાયા. ચૂંટણી પંચ દ્વારા નિયત ધારા ધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા લેખે BU - બેલેટ યુનિટ, 125 ટકા લેખે CU - કન્ટ્રોલ યુનિટ અને 135 ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી કરાઈ. અને તેમાં પણ આ વખતે અમદાવાદ પૂર્વમાં 18 ઉમેદવાર હોવાને લઈને 1820 બુથ પર બે BU મશીન રખાશે. સામાન્ય રીતે 15 ઉમેદવાર અને એક NOTA હોય ત્યારે એક BU મશીન હોય. જોકે આ વખતે 18 ઉમેદવાર અને એક NOTA એમ 19 ઉમેદવારને લઈને પૂર્વ બેઠક પર એક બુથ પર બે BU મશીન રખાશે. આ તમામ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ.

વડોદરામાં મતદાનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આશરે 1802 મથકો પર મતદાન થશે. જેમાં 15 હજારથી વધુ કર્મચારીઓ જોડાશે. મતદાન કેન્દ્રો માટે EVM,VVPAT સહિત અન્ય સાહિત્યનું વિતરણ કરાયું. કલેક્ટર અને ચૂંટણી અધિકારીની દેખરેખમાં કામગીરી કરાઈ હતી. શહેરના 10 સ્થળો પર ચૂંટણી સામગ્રી મોકલાઈ છે. પોલીટેકનિક કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સરદાર વિનય સ્કૂલ, નર્સિંગ કોલેજ સહિત 10 સ્થળોથી EVM, VVPAT અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરાઈ છે.

વધુ વાંચો: રાજકોટ, પાટણ... આ છે ગુજરાતની એવી બેઠકો, જ્યાં થઈ શકે છે કાંટે કી ટક્કર, જાણો શું કહે છે રાજકીય ગણિત

મતદાન મથકો ફેરવાશે પોલીસ છાવણીમાં

રાજકોટ લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે. ડિસ્પેચ સેન્ટરો પરથી પોલિંગ સ્ટાફ અને ઈવીએમ સહિતની સામગ્રી મતદાન મથકો પર રવાના કરાઈ છે. તો બીજી તરફ શહેર પોલિસ દ્રારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર 3250 અધિકારીઓ અને પોલિસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે, જેમાં 1 ADG, 1 DIG, 4 SP, 8 DySP, 26 PI, 65 PSI ની બંદોબસ્તમાં ફાળવણી કરાઈ છે. જ્યારે 1222 પોલીસ જવાનો ,1374 હોમગાર્ડ જવાનો, 4 કંપનીના (આશરે 500) CRPF જવાનો બંદોબસ્તમાં ગોઠવાશે. શહેરની 500 બિલ્ડિંગમાં 1200 મતદાન મથક પર મતદાન થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ