બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

હુમલો / જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

Last Updated: 07:46 AM, 19 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં અને શોપિયામાં અલગ અલગ ફાયરીંગની ઘટના સામે આવી છે. જેમાં એક હુમલામાં જયપુરનો રહેવાસી દંપતીની ગોળી મારવામાં આવી છે. જેમાં બંને ઘાયલ થયા છે. ત્યાં જ શોપિયામાં થયેલ આતંકવાદી હુમલામાં એક ભાજપનાં નેતાનુ પણ મૃત્યું થઈ ગયું છે. આ આતંકવાદી હુમલાની સ્થાનિક નેતાઓએ ખૂબ જ નિંદા કરી છે.

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં અને શોપિયામાં બે અલગ અલગ ફાયરિંગની ઘટનાઓ બનવા પામી હતી. જેમાં શોપિયાંનાં હીરપોરા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ભાજપનાં નેતા અને પૂર્વ સરવંચ એજાજ અહમદ પર ફાયરીંગ કર્યું હતું. હાલ તેઓની હાલત ખૂબ જ ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. તેમજ જાણવા મળી રહ્યું છે કે તેઓનું સારવાર દરમ્યાન મૃત્યું પણ નિપજ્યું છે. ત્યાં જ અનંતનાગનાં પહલગામ વિસ્તારમાં રાજસ્થાનનાં એક દંપતીને પણ ગોળી મારવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે આતંકીઓએ પહેલા પહલગામમાં એક પ્રવાસી કેમ્પને નિશાન બનાવ્યો હતો. જ્યાં જયપુરનું એક દંપતી ફરહા અને તબરેજને ગોળી વાગી હતી. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બંને પતિ-પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહી છે.

ભાજપનાં નેતા એજાજ અહમદની હત્યા

ઘટનાની જાણકારી મળતા જ સુરક્ષા દળોની ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી. ફાયરીંગ બાદ આ વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. તેમજ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શોપિયાનાં હીરપોરા વિસ્તારમાં થયેલ ફાયરિંગમાં ભાજપનાં નેતા એજાજ મહમદને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતા.

અનંતનાગ, શોપિયામાં આતંકી હુમલો ચિંતાજનક

આતંકી હુમલાની ઘટના પર પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ ટિપ્પણી કરતી એક પોસ્ટમાં કહ્યું કે અમે આજે પહલગામમાં થયેલ હુમલાની નિંદા કરીએ છીએ. જેમાં બે પ્રવાસીઓ પણ ઘાયલ થયા છે. તેમજ ત્યાર બાદ શોપિયાનાં હીરપોરામાં એક સરપંચ પર હુમલો થયો છે. આ હુમલાઓ ચિંતાનો વિષય છે. જ્યારે દક્ષિણ કાશ્મીરમાં કોઈ કારણ વગર ચૂંટણી યોજવામાં મોડું કરવામાં આવી રહ્યું છે. આ ચિંતાની વાત એટલા માટે છે કારણ કે વિશેષ રૂપથી ભારત સરકાર વારંવાર અહીંયા સ્થિતિ સામાન્ય કરવાનો દાવો કરી રહી છે.

વધુ વાંચોઃ સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડનું વોરન્ટ જારી, ગમે ત્યારે પકડાઈ શકે

ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલાલએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફ્રેસનાં અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ અને ઉપપ્રમુખ ઉમર અબ્દુલ્લાએ પણ અનંગનાગ અને શોપિયામા થયેલ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે, ક્રુરતા પૂર્વક આવા કાર્ય જમ્મુ-કાશ્મીરમાં રહેલ શાંતિમાં મુશ્કેલી ઉભી કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jammu and Kashmir Anantnag firing terrorist attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ