બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / Politics / ગાંધીનગરની ગલીઓથી જાણો ચૂંટણીની વાતો, ક્યાં ખોવાયો વિકાસનો મુદ્દો અને કયા નેતાનું વધ્યું કદ

સંજય'દ્રષ્ટિ' / ગાંધીનગરની ગલીઓથી જાણો ચૂંટણીની વાતો, ક્યાં ખોવાયો વિકાસનો મુદ્દો અને કયા નેતાનું વધ્યું કદ

Last Updated: 01:18 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : ભાજપ, કોંગ્રેસના નેતાઓ વિકાસની કોઈ વાત કરતા નથી, કોગ્રેસ અને ભાજપના મોટા નેતાઓ એકબીજાને નીચા દેખાડવા માટેના ભાષણો કરી રહ્યા છે.

દર ચૂંટણીમાં ગાજતો વિકાસનો મુદ્દો જ આ વખતે ગાયબ!

વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી, દર ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ખાસ કરીને ભાજપ દ્રારા વિકાસના મુદ્દાને ફોકસ કરાતો હતો. તેમજ ભાજપના શાસનમાં જ તમામ સ્તરે વિકાસ થયો હોવાની વાતો કહેવાતી હતી. જેની સામે કોંગ્રેસના આગેવાનો-ઉમેદવારો પણ કોંગ્રેસના શાસનમાં જ વિકાસ થયો હોવાના દાવા કરતા હતા. પરંતુ આ ચૂંટણીમાં જાણે વિકાસનો મુદ્દો જ વિસરાઈ ગયો છે. ભાજપ, કોંગ્રેસના નેતાઓ વિકાસની કોઈ વાત કરતા નથી. કોગ્રેસ અને ભાજપના મોટા નેતાઓ એકબીજાને નીચા દેખાડવા માટેના ભાષણો કરી રહ્યા છે. એટલુ જ નહી સોશિયલ મીડિયામાં નેતાઓની મીમીક્રી કરીને તેમને બદનામ કરી રહ્યા છે. ઉપરાંત જૂદા જૂદા મુદ્દાઓને લઈને મતદારોની લાગણીઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ પૂછે છે કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષ દરમિયાન ભાજપે શું અને કેવો વિકાસ કર્યો તેનો હિસાબ અપાતો નથી. આ જ રીતે ભાજપના નેતાઓ કહે છે કે,જો કોંગ્રેસ સત્તા પર આવશે તો પાંચ વર્ષ દરમિયાન કેવો અને કેટલો વિકાસ કરશે તેનો કોઈ રોડમેપ શા માટે અપાતો નથી. બીજી બાજુ લોકો ચર્ચા કરી રહ્યા છે કે અમે મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છીએ પણ રાજકીય નેતાઓને આ સમસ્યા દૂર કરવામાં જરાય રસ નથી.આ ચૂંટણીમાં કોઈ નેતાને વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં જરાય રસ નથી.

મતદાનની ટકાવારી વધારવા ભાજપ પ્રયત્નશીલ

ગત બે વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપને ગુજરાતમાંથી તમામ 26 બેઠકો સરળતાથી જીતી જશે એ પ્રકારની માન્યતા ભાજપના કાર્યકરો-નેતાઓ અને સામાન્ય લોકોમાં પણ છે. જેથી એવો માહોલ ઉભો થયો છે કે, ભાજપ જીતી જ જવાનુ હોય મતદાન નહી કરીએ તો પણ ચાલશે. કેમકે કોંગ્રેસના નેતાઓ કે ઉમેદવારોમાં કોઈ દમ નથી. ભાજપ સામે કોઈ પડકાર નથી. આ પ્રકારની માન્યતાને કારણે મતદાન ઓછું થવાનુ શક્યતાઓ છે. ઉપરાંત અત્યારે કાળજાળ ગરમી શરૂ થઈ ગઈ છે. લોકો ઘરની બહાર નિકળવાનુ પસંદ કરતા નથી. જ્યારે બીજી બાજુ અનેક પરિવારો વેકેશનમાં બહાર ગામ ઉપડી ગયા છે. ઉભી થયેલી આ સ્થિતિમાં મતદાન ઓછું થવાનુ શક્યાતોઓ છે. જો ઓછું મતદાન થાય તો મોટેભાગે ભાજપને જ નુકસાન થવાનો ડર છે. જો ભાજપનો ઉમેદવાર હારશે નહી તો પણ ઓછા મતદાનને લીધે જીતનુ માર્જીન ઘટી જશે. આવુ ન થાય તે માટે ભાજપ હાઈકમાન્ડે આદેશ આપ્યો છે કે, મહત્તમ મતદાન થાય તે માટે તમામ આગેવાનો -કાર્યકરોને કામે લગાવી દેવા. જેને પગલે છેલ્લા અઠવાડીયા દરમિયાન ભાજપના કોર્પોરેટરો, ધારસભ્યો સહીતના ભાજપના નાના મોટા નેતાઓએ સોસોયટીઓમાં જઈ જઈને મીટીંગો શરૂ કરી છે. તેમજ મતદાન કરવા માટે સમજાવાઈ રહ્યા છે. હવે જોવાનુ એ રહેશે કે, ગુજરાતમાં મતદાન ઓછુ થાય છે કે ગત ચૂંટણી જેટલુ જ થાય છે. એટલુ જ નહી, ઓછું મતદાન થાય તો તેવી સ્થિતિમાં કોને કેટલુ નુકસાન થાય છે તે જોવાનુ પણ રસપ્રદ બનશે.

હજીય ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્

ક્ષત્રિય સમાજના સંદર્ભમાં વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ પરષોતમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માગણી કરી રહેલા ક્ષત્રિય સમાજ દ્વારા હવે આંદોલન ચલાવાઈ રહ્યુ છે. ઠેર ઠેર નાની નાની સભાઓ કરીને ક્ષત્રિયોને ભાજપની વિરુદ્ધ મતદાન કરવાનુ કહેવામાં આવી રહ્યુ છે. એટલુ જ નહી, જો ભાજપના નેતા તમારા ગામમા કે વિસ્તારોમાં આવે તો તેને પ્રવેશ નહી આપવાની વાત પણ કહેવાઈ રહી છે. જેની અસર કેટલાક ગામોમાં થઈ છે. ગત અઠવાડીયા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં ભાજપના નેતાઓ ગાડીઓ લઈને પ્રચાર કરવા માટે ગયા હતા. જો કે, ગામલોકોને આની ખબર પડી જતા જ તેઓ રોડ વચ્ચે ઉભા રહી ગયા હતા. તેમજ નેતાઓની ગાડીઓને રોકી હતી. તેમજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, તમે લોકો અહીંથી જ નિકળી જાવ. અમારા ગામમા આવવાની જરૂર નથી. તમે લોકો અમારા માટે કોઈ કામના નથી. અમુક જગ્યાએ નેતાએ દલીલી કરી હતી પણ તેમનુ કશું સાંભળવામાં આવ્યુ નહોતુ. ત્રણથી ચાર જગ્યાએ આ પ્રકારની ઘટના બની હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયા છે. જેને જોઈને ભાજપના મોટા નેતાઓને ચીંતા થઈ રહી છે કે ક્ષત્રિયોનો વિરોધ ભારે ન પડે તો સારુ.

મૂળ કોંગ્રેસી મોઢવાડીયાનુ કદ વધ્યુ

7મી મેના રોજ યોજાનારી ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સુધી ગુજરાતમાં આવીને જાહેર સભાઓને સંબોધી હતી. તેમજ ભાજપના નેતાઓ સાથે કમલમમાં મીટીંગ પણ કરી હતી. જેને લઈને સચિવાલયમાં જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપના જ આગેવાનો-મંત્રીઓ એકબીજાને પૂછી રહ્યા છે કે, મોદી સાહેબની મુલાકાતથી કયા નેતાને કેટલો ફાયદો અને કયા નેતાને કેટલુ નુકસાન થઈ શકે ? આમ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, હજુ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડીયાનુ કદ વધી ગયુ છે. ખુદ વડાપ્રધાને જ તેમને સ્ટેજ પર મહત્વ આપ્યુ હતુ. સૌરાષ્ટ્રમા જાહેર સભાના મંચ પર મોદીએ પોતાની બાજુમા મોઢવાડીયાને બેસાડ્યા હતા. તેમજ તેમની સાથે ખાસ્સી વાતો કરી હતી.આ જ રીતે મોદીએ જ્યારે પણ તક મળી ત્યારે મંત્રી રાઘવજી પટેલ,મનસુખ માંડવીયા, પૂનમબેન માડમ સાંસદ રમેશ ધડૂક જેવા કેટલાય નેતાઓ સાથે ગુફ્તેગુ કરી લીધી હતી. કયા નેતા સાથે શું વાત થઈ તેની કોઈને ખબર પડી નથી. જાહેર સભાઓ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ મીટીંગ રાખી હતી. જેમાં પોતાની બાજુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલને બેસાડ્યા હતા. ઉપરાંત અન્ય કેટલાક નેતાઓ પણ હાજર હતા. જો કે મોદીએ આ મીટીંગને ખુબ જ હળવાશથી લીધી હતી. નેતાઓ-આગેવાનો સાથે હસીખૂશીથી સામાન્ય વાતો કરી હતી. પરંતુ ચૂંટણીના સંદર્ભમા કે અન્ય કોઈ ગંભીર મુદ્દે કોઈ ચર્ચા કરી નહોતી. જે બતાવે છે કે, વડાપ્રધાનને ગુજરાતની તમામ 26 બેઠકો જીતવાનો પૂરો વિશ્વાસ છે.

નાણામંત્રીએ માફી માગી, પણ રોષ યથાવત્

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નવસારીમાં યોજાયેલી એક જાહેર સભામાં કોળી સમાજના સંદર્ભમાં કેટલીક ટીપ્પણીઓ કરી હતી. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજમાં નાણામંત્રીની સામે ભારે રોષ ફેલાયો છે. આ મામલે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ માફી પણ માગી ચૂક્યા છે. પરંતુ અગ્રણીઓ કહે છે કે, થોડો સમય પહેલા જ ભાજપના નેતા પુરુષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના સંદર્ભમાં ટીપ્પણી કરી હતી. જેને લઈને ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યો છે. હવે ખુદ નાણામંત્રીએ અમારા સમાજ વિશે આવું બોલ્યા છે. તેઓની જીભ નહોતી લપસી પરંતુ જાણીજોઈને બોલ્યા હતા. તેઓએ ખુબ જ મજાકના સ્વરૂપમાં કોળી સમાજને નીચા દેખાડવાનુ કામ કર્યુ છે. જે અમે સહન કરી શકીએ તેમ નથી. રૂપાલાએ તો બે બે વખત પોતાનાથી ભૂલથી બોલાયાની કબુલાત કરીને માફી પણ માગી લીધી હતી. એટલુ જ નહી, ભાજપના પ્રદેશ પ્રમુખ સહીતના અનેક નેતાઓએ પણ ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી કે રૂપાલાએ માફી માગી છે માટે મોટું મન રાખીને તેમને માફ કરી દો. આમછત્તા હજુ સુધી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપી નથી. જ્યારે નાણામંત્રીએ તો કોળી સમાજનુ અપમાન કર્યા બાદ કોઈ પ્રકારની માફી પણ માગી નથી.કોળી સમાજ વિશે ગમે તેવો લવારો કરે તે યોગ્ય નથી. બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારનુ કૃત્ય એક જવાબદાર મંત્રીએ કર્યુ છે. કોળી સમાજની માફી માગીને હવે ફરીથી આવી ટીપ્પણી નહી કરુ તેવી જાહેરાત નાણામંત્રીએ કરવી જોઈએ. જો તેઓ આવુ નહી કરે તો કોળી સમાજ ભાજપની વિરુધ્ધમાં મતદાન કરવાનુ વિચારશે.

ભ્રષ્ટાચારની ફાઈલ્સનો નિકાલ ક્યારે?

દર બુધવારે મળતી સીઓએસ એટલે કે,કમિટી ઓફ સેક્રેટરીઝની મીટીંગમાં કેટલાક પ્રેઝન્ટેશનો થયા હતા. તેમજ કેટલાક મહત્વના મુદ્દાઓના સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમાર દ્રારા ચર્ચા થઈ હતી. જેમાં ખાસ કરીને તેઓએ દરેક ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર સંબંધિત કેટલી ફાઈલો પડતર છે તે અંગે પૂછપરછ કરી હતી. તેમજ જે તે ડીપાર્ટમેન્ટમાંથી આવી પડતર ફાઈલોનો કઈ રીતે ઝડપી નિકાલ થઈ શકે તે પણ પૂછ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પણ ગુજરાતના કેટલાય વિભાગોમાં જુદા જૂદા અધિકારીઓ વિરૂધ્ધમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિના સંદર્ભમાં ફરિયાદ-તપાસની ફાઈલો પડેલી છે. જેમાં કેટલાય કિસ્સાઓમાં તો અધિકારીઓ સાવ નિર્દોષ છે. પરંતુ કોઈને કોઈ કારણોસર ફસાઈ ગયા હોય. આથી તેઓમાં સારુ કામ કરવાની ક્ષમતા હોવા છત્તા ડિપાર્ટમેન્ટની બહાર બેઠા છે. ઉપરાંત જે કોઈ દોષિત છે તેઓ પણ લાંબો સમયથી બહાર બેઠા છે, તો અનેકના પ્રમોશન અટકી ગયા છે. આ બધી સ્થિતિ નિવારવા માટે મુખ્ય સચિવે કમર કસી છે. વિવિધ ડીપાર્ટમેન્ટોમાં આ પ્રકારીની તપાસની કેટલી ફાઈલો કેટલા સમયથી પડતર છે, તેનો ઝલ્દીથી નિકાલ કરવા માટે હવે શું કરવુ જોઈએ તે અંગે અન્ય અધિકારીઓને પૂછપરછ કરી હતી. તેમજ આ સંદર્ભમાં જે તે ડીપાર્ટમેન્ટના વડાએ આગળ રહીને કોઈ રસ્તો કાઢવાની સૂચના પણ આપી હતી. હવે જોઈએ કે આગામી સમયમાં કયા વિભાગના કેટલા અધિકારીઓ મુખ્ય સચિવની શિખામણને માનીને આગળ વધે છે નહી કે પછી, શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવતની જેમ માત્ર એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે.

બુધવારથી ફરીથી સચિવાલય ધમધમવા માંડશે

મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો માટે મતદાન થવાનુ છે. હાલમાં ચૂંટણીની આચારસંહિતાને કારણે મોટાભાગના મંત્રીઓ સચિવાલયમાં પોતાના કાર્યાલયોમાં જતા નથી. ભાગ્યે જ ક્યારેક કોઈક મંત્રી થોડીવાર માટે આવતા હતા. મોટાભાગના મંત્રીઓ પોતાના વિસ્તારમાં પ્રચાર કાર્યમાં હતા. જેને લઈને સચિવાલયના જૂદા જૂદા વિભાગોના સેક્રેટરીઓ અને અન્ય અધિકારીઓ પણ નિયમિત ઓફિસમાં આવતા નથી. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પોતાના પ્રશ્નોને લઈને આવતા ધારાસભ્યો અને મુલાકાતીઓ પણ અત્યારે આવતા નથી. જેને કારણે સચિવાલયમાં એક પ્રકારનો સન્નાટો જોવા મળી રહ્યો છે. સચિવાલયની અંદર પ્રવેશ માટેના પાસ લેવા કાગડા ઉડતા હોય એવુ દેખાઈ રહ્યુ છે. સિક્યુરીટી જવાનો અને સ્ટાફના અન્ય નાના કર્માચારીઓ પણ જેમ-તેમ કરીને ટાઈમ પાસ કરી રહ્યા છે. 7મીએ મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતમાંથી મોટાભાગની આચારસંહિતા દૂર થઈ જશે. જો કે નવી પોલીસી જાહેર કરવા સહીતની કેટલીક બાબતોમાં આચારસંહિતાનો અમલ ચાલુ રહેશે. જ્યારે કેબિનેટની મીટીંગ દર બુધવારે નિયમિત મળતી થઈ જશે. ચૂંટણીના બીજા જ દિવસથી મંત્રીઓની આવ-જા શરૂ થવાથી સચિવાલયમાં ચહલપહલ વધી જશે. જેને પગલે મુલાકાતીઓ અને ધારાસભ્યો તથા અન્ય આગેવાનો પણ આવવા માંડશે અને સચિવાલય ફરીથી ધમધમતુ થઈ જશે.

-સંજય વિભાકર

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ