બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / વિશ્વ / અજબ ગજબ / પ્લાસ્ટિકનો થશે નેચરલ અંત! એવો કીડો મળ્યો કે પ્લાસ્ટિક ખાઈ ઓકે છે દારૂ, વૈકસ વર્મ નામ

માનવું મુશ્કેલ / પ્લાસ્ટિકનો થશે નેચરલ અંત! એવો કીડો મળ્યો કે પ્લાસ્ટિક ખાઈ ઓકે છે દારૂ, વૈકસ વર્મ નામ

Last Updated: 08:29 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈક્સ વર્મ નામનો એક કીડો છે જે પ્લાસ્ટિક ખાવાની ક્ષમતા ધરાવે છે

Plastic Eating Wax Worm: પ્લાસ્ટિક પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા છે. પ્લાસ્ટિકના કચરાનો સામનો કરવાની પહેલમાં વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે. તેમની પાસે વૈક્સ વર્મ નામનો એક કીડો છે જે પ્લાસ્ટિક ખાવાની ક્ષમતા ધરાવે છે. આ કીડાને સમજવા માટે વધુ સંશોધન કરવામાં આવી રહ્યું છે.

આજકાલ મોટા ભાગનું વસ્તુઓ પેકિંગમા આવી રહી છે જેમાં પણ ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહ્યો છે. દરરોજ વપરાતું પ્લાસ્ટિક માનવીઓ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગયો છે. આ એક વૈશ્વિક સમસ્યા છે જે માનવીએ પોતે જ બનાવી છે. દરરોજ 2,000 જેટલી કચરાની ટ્રકો બરાબર પ્લાસ્ટિક વિશ્વના મહાસાગરો, નદીઓ અને તળાવોમાં ફેંકવામાં આવે છે. પ્લાસ્ટિકની વસ્તુઓની એક સમસ્યા એ છે કે આ વસ્તુઓને સંપૂર્ણ રીતે નાશ થવામાં 100 વર્ષ લાગે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે એક કુદરતી રીત મળી આવી છે. વૈક્સ વર્મ નામનો એક કીડો છે જે પ્લાસ્ટિકને ખાવાની ક્ષમતા ધરાવે છે.

પ્લાસ્ટિકના ડિકંપોજ લાંબો સમય લાગે છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે પ્લાસ્ટિકની બોટલને સડવામાં 450 વર્ષ લાગે છે. જ્યારે પ્લાસ્ટિક બેગ 10 થી 20 વર્ષમાં સડી જાય છે. તેની સરખામણીમાં મીણના કીડા માત્ર થોડા અઠવાડિયામાં પ્લાસ્ટિકનો નાશ કરે છે. ચાલો જાણીએ કે વૈક્સ વર્મશું છે અને તે આટલી ઝડપથી વર્ષો સુધી ટકી રહેતી પ્લાસ્ટિકને કેવી રીતે નાશ કરે છે.

વૈક્સ વર્મ શું છે?

ગેલેરિયા મેલોનેલાના નામના મોર્થના કેટરપિલર લાર્વાને વૈક્સ વર્મ કહેવામાં આવે છે. તેઓ મધમાખીના મધપૂડામાં અને તેની આસપાસ રહે છે. તે મધપૂડામાં મળતા મીણને ખાઈને જીવિત રહે છે. તેથી જ તેમને મીણના કીડા નામ મળ્યું છે. રસપ્રદ વાત એ છે કે તેઓ સ્વેચ્છાએ પોલીથીન ખાય છે, જે સામાન્ય રીતે શોપિંગ બેગમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો એક પ્રકાર છે.

જંતુઓની આ વિશેષ ક્ષમતાઓ વિશેની માહિતી સંયોગથી મળી હતી. આ વાત 2017ની છે. યુનિવર્સિટી ઓફ કેન્ટાબ્રિયાના ફેડરિકા બર્ટોચિની મધમાખીઓના છતની સાફ સફાઇકરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેણે મધપૂડામાં રહેતા કેટલાક મીણના કીડાઓને બહાર કાઢ્યા, તેમને પોલિથીનની થેલીમાં મુક્યા અને છોડી દીધા. થોડા સમય પછી તેણે જોયું કે બેગમાં નાના કાણાં હતા. ત્યારથી મીણના કીડાઓની અદભૂત ક્ષમતાઓ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Google Chrome બ્રાઉઝરનો કરો છો ઉપયોગ, તો સાવચેત રહો! સરકારે કર્યું એલર્ટ જાહેર

પ્લાસ્ટિકનો ટુકડો કેટલી ઝડપે નાશ કરે છે?

કેનેડાની બ્રૈડન યુનિવર્સિટીએ 2021 માં મીણના કીડા કેવી રીતે કામ કરે છે તે વધુ સારી રીતે સમજવા માટે સંશોધન હાથ ધર્યું હતું. આ દરમિયાન ઘણા દિવસો સુધી મીણના કીડાને પોલીથીન ખવડાવવામાં આવી હતી. જેમ જેમ જંતુઓ પ્લાસ્ટિકની શીટ ખાય છે તેમ તેમ તેમનું ઉત્સર્જન બદલાઈ ગયું અને વધુ પ્રવાહી બની ગયું. તપાસમાં જાણવા મળ્યું કે તેના કચરામાં ગ્લાયકોલ, એક પ્રકારનું આલ્કોહોલ હતું. સંશોધન દર્શાવે છે કે પ્રયોગશાળામાં રાખવામાં આવેલા 60 મીણના કીડા એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં 30 ચોરસ સેન્ટીમીટર પ્લાસ્ટિકની થેલી ખાઈ ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ