બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / વિશ્વ / 'હું શ્વાસ નથી લઇ શકતો...' કહેતા કહેતા બૂમો પાડતો રહ્યો અશ્વેત શખ્સ અને US પોલીસે ગરદન દબાવી રાખી, નિપજ્યું મોત

US News / 'હું શ્વાસ નથી લઇ શકતો...' કહેતા કહેતા બૂમો પાડતો રહ્યો અશ્વેત શખ્સ અને US પોલીસે ગરદન દબાવી રાખી, નિપજ્યું મોત

Last Updated: 11:35 AM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ઓહાયોમાં 53 વર્ષીય અશ્વેત વ્યક્તિને જ્યારે પોલીસ કસ્ટડીમાં લેતી હતી એ સમયે તેના ગરદનને પગથી દબાવવામાં આવી હતી અને શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત થયું હતું.

અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. USમાં અશ્વેતો સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ વારંવાર નોંધાયા છે અને તાજેતરમાં જ આવો એક કેસ ઓહાયોથી સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર ઓહાયો પોલીસે એક અશ્વેત વ્યક્તિનો વીડિયો જાહેર કર્યો છે, જેનું સ્થાનિક હોસ્પિટલમાં એમ કહેતાં મૃત્યુ થયું કે હું શ્વાસ નથી લઈ શકતો.

"હું શ્વાસ લઈ શકતો નથી..."

વિડિયોમાં જોઈ શકાય છે કે તેણે અધિકારીઓને વારંવાર કહ્યું "હું શ્વાસ લઈ શકતો નથી" કારણ કે તેને બારના ફ્લોર પર પાડી દેવામાં આવ્યો હતો અને હથકડી પહેરવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર વર્ષ 2020માં જ્યોર્જ ફ્લોયડની હત્યાની યાદો તાજી કરી દીધી છે.

ફ્રેન્ક ટાયસનનું શ્વાસ રૂંધાવાને કારણે મોત

યુએસમાં થયેલ આ અશ્વેત વ્યક્તિના મૃત્યુથી જ્યોર્જ ફ્લોયડની હત્યાની યાદો ફરી તાજી થઈ ગઈ છે. અમેરિકાના ઓહાયોમાં 53 વર્ષીય અશ્વેત વ્યક્તિ ફ્રેન્ક ટાયસનનું શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હતું. પોલીસ તેને કસ્ટડીમાં લીધો એ સમયે એક પોલીસકર્મીએ તે વ્યક્તિના ગરદનને તેના પગથી દબાવી હતી. એ સમયે ટાયસન કહી રહ્યો હતો કે તે શ્વાસ લઈ શકતો નથી. આમ છતાં પોલીસે એ જ હાલતમાં તેને હથકડી લગાડવાનું ચાલુ રાખ્યું હતું. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિડિયોમાં જોવા મળ્યું હતું કે ટાયસન દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં, પોલીસ તેની વાત સાંભળતી નથી. તે કહેતો રહ્યો કે હું શ્વાસ લઈ શકતો નથી. આમ છતાં પોલીસ કહે છે શાંત થાઓ, તમે ઠીક છો. થોડા સમય પછી, ટાયસને બોલવાનું બંધ કરી દીધું અનેઆ પછી અધિકારીઓ ટાયસનની તપાસ કરે છે. વિડિયોમાં અધિકારીઓ તેને અનકફ કરતા અને CPR આપતા દેખાય છે.

વધુ વાંચો: VIDEO : પાયલટને પ્રેમ મળ્યો, ફ્લાઈટમાં એર હોસ્ટેસને પ્રપોઝ કર્યું, દોડતી આવીને ભેટી

આ ઘટના જ્યોર્જ ફ્લોય જ્યોર્જ ફ્લોયડની હત્યાની યાદ અપાવે છે. ચાર વર્ષ પહેલા મિનેપોલિસમાં ફ્લોયડનું મૃત્યુ થયું હતું જ્યારે પોલીસ તેને આ જ રીતે નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ