બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NEET પરીક્ષા કૌભાંડમાં મોટા સમાચાર: તુષાર ભટ્ટ નામના શિક્ષકની કારમાંથી પોલીસે કર્યા રૂ. 7 લાખ રોકડ જપ્ત

BIG BREAKING / NEET પરીક્ષા કૌભાંડમાં મોટા સમાચાર: તુષાર ભટ્ટ નામના શિક્ષકની કારમાંથી પોલીસે કર્યા રૂ. 7 લાખ રોકડ જપ્ત

Last Updated: 11:57 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET Exam Scam: NEET પરીક્ષા કૌભાંડ કેસમાં પોલીસે તુષાર ભટ્ટ નામના શિક્ષકની કારમાંથી મુદ્દામાલ ઝડપ્યો છે. 7 લાખ રોકડા અને કારની RC બુક અને મોબાઇલ કબજે કર્યો છે

NEET પરીક્ષા કૌભાંડને લઇને મહત્વની અપડેટ સામે આવી છે. પોલીસે તુષાર ભટ્ટ નામના શિક્ષકની કારમાંથી મુદ્દામાલ ઝડપ્યો છે. 7 લાખ રોકડા અને કારની RC બુક અને મોબાઇલ કબજે કર્યો છે. અત્રે જણાવીએ કે, રવિવારે લેવાયેલી NEETની પરીક્ષામાં ઉંચા માર્ક માટે પૈસા નક્કી કરાયા હતાં. જેમાં એક વિદ્યાર્થી દીઠ 10 લાખનો કૌભાંડ નક્કી થયાનો ઘટસ્ફોટ થયો હતો.

ગોધરામાં ફરિયાદ નોંધાઇ

ગોધરા સ્થિત જય જલારામ સ્કૂલમાં ફિઝિક્સના શિક્ષક તરીકે તુષાર ભટ્ટ નોકરી કરતો હતો. જે તુષાર ભટ્ટ સહિત 3 શખ્સો સામે NEETની પરીક્ષામાં કૌભાંડ આચરવાની કોશિશને લઇ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે

7 લાખ રૂપિયા મળી આવ્યાં

તુષાર ભટ્ટના બે ફોનની તપાસ કરતા એક ફોનમાંથી વ્હોટ્સએપ ચેટ મળી હતી. જેમાં પરશુરામ રોય નામની ચેટમાં ત્રણ ફોટા મળી આવ્યા હતા. જેમાં 11 પરીક્ષાર્થીના નામ, રોલ નંબર અને પરિક્ષા કેન્દ્રનું સરનામું હતું. ત્યારબાદ અન્ય મેસેજમા પરીક્ષાર્થીની વિગતો મળી આવી હતી. જે બાબતે શિક્ષણ વિભાગની ટીમે પુછતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. એટલું જ નહીં તુષાર ભટ્ઠની કારમાંથી 7 લાખ રૂપિયા મળી આવ્યાં છે.

વાંચવા જેવું: ગુજરાત ભરની આંગડિયા પેઢીમાં CID ક્રાઇમના દરોડા, રૂ. 10 કરોડ કરાયા રિકવર

10 લાખ પાસ કરવા નક્કી કર્યા હતા

આ કૌભાંડમાં વિદ્યાર્થીને આવડતા પ્રશ્નોના જવાબ લખવાના હતા અને બાકીના જવાબ ઉત્તરવહીમાં જે તે સ્થિતિમાં કોરા મુકી દેવાના હતા. જે પરિક્ષા પુર્ણ થયા બાદ નક્કી કરેલા રોલ નંબરવાળા પરીક્ષાર્થીના જવાબ લખી આપવાનું નક્કી થયું હતું...એટલું જ નહીં 6 પરીક્ષાર્થીના નામનું લીસ્ટ ગોધરાના આરીફ વોરા નામના ઈસમે આપ્યું હતું. તેઓએ પણ એક પરિક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ પાસ કરવા નક્કી કર્યા હતા.તો વડોદરાની ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોયનું નામ પણ ખુલ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ