બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:17 PM, 20 May 2024
એક સમય હતો જ્યારે લોકો ખેતીને કમાણી વાળે વ્યવસાય ન હતા માનતા. લોકોની ધારણા હતી કે ખેતી વધારે મહેનત અને ઓછા ફાયદા વાળું કામ છે. પરંતુ સમય બદલાઈ ગયો છે. છેલ્લા દાયકામાં લાખો લોકોએ ખેતીમાં પોતાનો હાથ અજમાયો છે અને સારા પૈસા કમાયા છે.
ADVERTISEMENT
કૃષિ એક એવું પ્રોફેશન છે જેમાં વિવિધ પ્રકારના પાક ઉગાડવામાં આવે છે. અમે તમને એક એવા જ પાક વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં તમારે વધારે પાણીની જરૂર નથી અને ઉપજાઉ જમીનની પણ જરૂર નથી.
ADVERTISEMENT
7000 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે તેલ
આ બીજના છોડની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. સાથે જ તેના પ્લાન્ટિંગનો ખર્ચ પણ ફક્ત 15થી 30 રૂપિયા છે. પરંતુ જોજોબાના બીજમાંથી નીકળતું તેલ 7000 પ્રતિ લિટર વેચાય છે. તેનાથી પણ ખાસ વાત એ છે કે આ છોડ એક વખત ઉગવા પર 100થી 200 વર્ષ સુધી ફળ આપે છે. જાણો તેની ખેતી વિશે.
ADVERTISEMENT
જોજોબા સુકા પ્રદેશમાં ઉગે છે. આ 8થી 19 ફૂટ સુધી લાંબુ હોય છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જોજોબાની ખેતી માટે વધારે મહેનત કરવાની જરૂર નથી પડતી. તેની ખેતી ગરમી અને શુકા પ્રદેશમાં સરળતાથી થઈ શકે છે.
ADVERTISEMENT
સિંચાઈમાં સરળતા
જોજોબાના છોડ ઓછી સિંચાઈમાં પણ સરળતાથી ઉગી જાય છે. જોજોબાના છોડ રેતાળ માટીમાં સૌથી સરળતાથી ઉગી જાય છે. તેમાં વધારે મહેનતની જરૂર નથી પડતી. પાણીની કમી વાળા શુકા વિસ્તરોમાં પણ જોજોબાની ખેતી અમૃત સમાન છે.
ADVERTISEMENT
આ વસ્તુમાં ઉપયોગ થાય છે જોજોબા ઓઈલ
જોજોબાનો છોડ ઉપયોગ મૂળ રીતે ત્વચા રોગો સાથે સંબંધિત કોસ્મેટિક સામગ્રી અને દવાઓમાં કરવામાં આવે છે. જોજોબાના બીજમાંથી નીકળતા તેલમાં વેક્સ એસ્ટર હોય છે. જેનો ઉપયોગ ત્વચા મોઈસ્ચરાઈઝર, બોડી લોશન, શેમ્પુ અને વાળના તેલમાં કરવામાં આવે છે.
ADVERTISEMENT
દુનિયાભરમાં ખૂબ ડિમાંડ
જોજોબાની દુનિયાભરમાં ખૂબ જ માંગ છે. માટે પાકના ભાવ પણ સારા મળે છે. 20 કિલો જોજોબાના બીજથી 10 કિલો તેલ પ્રાપ્ત થાય છે. સૌથી ખાસ વાત એ છે કે આ જોજોબા છોડની ઉંમર 100 વર્ષથી વધારે હોય છે એટલે કે એક વખત લગાવ્યા બાદ તે વર્ષો સુધી ફળ આપે છે.
વધુ વાંચો: ભૂલથી પણ રસોડાના આ વાસ્તુ નિયમોને અવગણતા નહીં, હેરાન-હેરાન થઇ જશો
લાખોની કમાણી
1 એકડ જોજોબાની ખેતીથી 5 ક્વિંટલ બીજ પ્રાપ્ત થાય છે. આ પાંચ ક્વિંટલ બીજથી 250 લીટર તેલ નીકળી શકે છે. 1 લીટર તેલની જથ્થાબંધ કિંમત 7000 છે. 250 લીટર વાળા ખેડૂતને 17,50,000 રૂપિયા મળી શકે છે. આ પ્રકારે એક એકડમાં જોજોબાની ખેતી કરી ખેડૂત વર્ષના લાખોની કમાણી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.