બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે માત્ર કેનેડા કે અમેરિકા જ નહીં, આ દેશો પણ ભારતીયો માટે બની રહ્યાં છે ફેવરિટ

Study Abroad / હવે માત્ર કેનેડા કે અમેરિકા જ નહીં, આ દેશો પણ ભારતીયો માટે બની રહ્યાં છે ફેવરિટ

Last Updated: 09:28 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે વિદ્યાર્થીઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ઇંગ્લેંડ સિવાય અન્ય દેશોમાં પણ પોતાનું બ્રાઇટ ફ્યુચર શોધી રહ્યા છે

સામાન્ય રીતે આપણે ત્યાં વિદેશ ભણવા જવાની વાત આવે ત્યારે ચાર જ દેશ મગજમાં આવે. અમેરિકા, યુકે. કેનેડા અને ઓસ્ટ્રેલિયા. કારણકે ભારતમાંથી મોંઘી ફી ભરીને વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ બહુ લાંબા ગાળાનું વિચારીને જતાં હોય છે.. ખાસ કરીને એ બાબત કે જે તે દેશ તેમને ભવિષ્યમાં પરમેનન્ટ રેસિડેન્સી કે સિટિઝનશીપ આપશે કે કેમ..

હવે વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં પણ પોતાનું બ્રાઇટ ફ્યુચર શોધી રહ્યા છે

હવે વિદ્યાર્થીઓ ઉપરના ચાર દેશો સિવાય અન્ય દેશોમાં પણ પોતાનું બ્રાઇટ ફ્યુચર શોધી રહ્યા છે. જેમાં દુબઈ, સિંગાપોર, ચિલી, જાપાન, સાઉથ કોરિયા, જર્મની અને નેધરલેન્ડ્સ પણ હવે ફેવરિટ દેશ બનતા જાય છે. આ દેશોમાં પણ એજ્યુકેશનનું લેવલ ઘણું સારું છે અને સ્ટુડન્ટ્સ તેનું પણ એક્સપોઝર લેવા માગે છે. આ દેશોની ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચની ક્વોલિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બધું ટોપ ક્લાસ છે.

આ પણ વાંચોઃ લાખો ડોલરનો ખર્ચો કરીને સ્ટુડન્ટ્સ વિઝા પર ગયા અમેરિકા, હવે H-1B વિઝા માટે ફાંફા, નિયમમાં ફેરફારની માગ

કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુએસ મોંઘા બન્યા, નિયંત્રણો પણ વધ્યા

અત્યાર સુધી જે દેશો વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ફેવરીટ રહ્યા છે તે દેશો એટલે કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુએસમાં સૌથી પહેલા તો વિઝા અને વર્કને લગતા નિયંત્રણો વધી રહ્યા છે.. આ દેશોમાં પહેલેથીજ એટલો બધો વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો રહ્યો છે કે અહીં આર્થિક તકો હવે પહેલા જેવી ઉપલબ્ધ નથી. સાથે જ આ દેશોનો અભ્યાસ, ત્યાં રહેવાનું જમવાનું બધુ જ ખુબજ ખર્ચાળ છે. તેની સરખામણીએ દુબઈ, સિંગાપોર, જાપાન, ચિલી, સાઉથ કોરિયા, જર્મની જેવા દેશો વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ઉદારતાવાદી વલણ અપનાવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ