બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ગુજરાતના 4 એજન્ટોના નામ ખૂલ્યા

World / ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ગુજરાતના 4 એજન્ટોના નામ ખૂલ્યા

Last Updated: 08:00 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 253માંથી 150થી 175 મુસાફરો ભારતીય છે. અને તેમાં પણ મોટાભાગના મુસાફરો ગુજરાત અને પંજાબના હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકોને અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જમૈકા એરપોર્ટ પર પહોંચેલા વિમાનમાં 253 મુસાફરો સવાર હતા. અમેરિકા ઘુસણખોરી કરવાનો પ્લાન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 253માંથી 150થી 175 મુસાફરો ભારતીય છે. અને તેમાં પણ મોટાભાગના મુસાફરો ગુજરાત અને પંજાબના હોવાનું જાણવા મળ્યું છે.

દુબઇ પાછા મોકલી દેવાયા

હાલમાં તમામ મુસાફરોને જમૈકા એરપોર્ટ પરથી જ દુબઇ પાછા મોકલી દેવાયા હતા. આ પહેલા તેમને હોટલમાં રોકીને તપાસ શરૂ કરવામાં આવી હતી. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે વિવિધ દેશના વિઝિટર વિઝા લઈને એક અથવા બીજા દેશમાં ભારતીય મુસાફરો પહોંચતા હોય છે. ત્યાંથી અમેરિકાની બોર્ડર પર પહોંચીને જમીન અથવા દરિયાઈ માર્ગે મુસાફરો અમેરિકામાં ઘૂસતાં હોય છે.

આ પણ વાંચોઃ લાખો ડોલરનો ખર્ચો કરીને સ્ટુડન્ટ્સ વિઝા પર ગયા અમેરિકા, હવે H-1B વિઝા માટે ફાંફા, નિયમમાં ફેરફારની માગ

સમગ્ર કૌભાંડમાં ગુજરાતના 4 એજન્ટોના નામ ખૂલ્યા

જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનના નોર્મન મેન્લી એરપોર્ટ પર 2 મેના રોજ પહોંચેલી ફ્લાઇટની તપાસ શરૂ કરાઈ હતી..આ સમગ્ર કૌભાંડમાં ગુજરાતના 4 એજન્ટોના નામ ખૂલ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ