બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / બાપ રે! અમદાવાદથી અંદાજે 20 કિમીના અંતરે ધમધમી રહી છે ફટાકડાની જોખમી ફેક્ટરીઓ, ક્યાં ગયા સત્તાધીશો?

કોની રહેમનજર? / બાપ રે! અમદાવાદથી અંદાજે 20 કિમીના અંતરે ધમધમી રહી છે ફટાકડાની જોખમી ફેક્ટરીઓ, ક્યાં ગયા સત્તાધીશો?

Last Updated: 10:22 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ નજીક આવેલા વાંચ ગામે 65થી વધુ ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે જેમાંથી માત્ર 25 ફેક્ટરીઓ પાસે જ ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ છે

આપણે ત્યાં ફટાકડા વગર દિવાળી જ અધૂરી ગણાય છે. જોકે હાલ દિવાળી તો નથી. પરંતુ વાત ફટાકડા બનાવતી ફેક્ટરીઓની છે. જે અમદાવાદ નજીક સેફ્ટી સર્ટિફિકેટ વગર જ ધમધમી રહી છે.

વાંચ ગામે જોખમી ફેક્ટરીઓ

થોડા દિવસ પહેલા જ અમદાવાદ નજીક આવેલા વાંચ ગામે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા એક શ્રમિકનું મોત થયું હતું. જે બાદ આ ઘટનામાં સેફ્ટીનો અભાવ સામે આવ્યો. ત્યારે આજે વીટીવી ન્યૂઝની ટીમ વાંચ ગામે ધમધમતી ગેરકાયદે ફેક્ટરીઓના રિયાલિટી ચેક માટે પહોંચી તો. જાણવા મળ્યું કે, વાંચ ગામમાં 65 થી વધુ ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે જેમાંથી માત્ર 25 ફેક્ટરીઓ પાસે જ ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ છે. બાકીની ફેક્ટરીઓ લાયસન્સ વગર જ ધમધમી રહી છે. એટલું જ નહીં જેટલા કિલો સલ્ફર ગંધક રાખવાનો પરવાનો મળ્યો હોય તેનાથી વધુ દારૂખાનું રાખી રહ્યા છે.

વાંચવા જેવું: આગામી તારીખ 11થી 13 તાપી, અરવલ્લી સહિતના આ વિસ્તારો તૈયાર રહે, આવી રહ્યું છે કમોસમી માવઠું

ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન

ગેરકાયદે ધમધમતી ફેક્ટરીઓ પર તંત્રના ચાર હાથ છે તે વાત તો પાક્કી છે. પરંતુ જોખમને લઈને એક્સપર્ટનું શું કહેવું છે જરા તે પણ સાંભળો. મહત્વનું છે કે, હાલ 25 ફેક્ટરીઓ પાસે જ લાયસન્સ છે.. અને ઘણી ફેક્ટરીઓના લાયસન્સ રિન્યુ કરવાના બાકી છે.. છતાં ફેક્ટરી માલિકો નિરસતા દાખવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ઊંઘતું તંત્ર વધુ કોઈ દુર્ઘટનાની રાહ જોય છે કે, પછી ગેકકાયદે ધમધમતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ